Gujarat : સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી અટકાવવા અધિકારી બન્યા “સિંઘમ”

Surendranagar : થાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં ફરી કાર્બોસેલનું ખનન ન થાય તે માટે પ્રાત અધિકારી હરેશ મકવાણાએ મહેસુલી તંબુ ચોકી શરૂ છે. જોકે આ તંબુ મહેસુલી ચોકીમાં 24 કલાક અધિકારીઓ ફરજ બજવશે અને ખનીજ ચોરી ન થાય તે માટે રખાવાળી કરશે. થોડા દિવસ અગાઉ થાનગઢના જામવાળી, અને ભડુલા વિસ્તારમાં પ્રાત અધિકારીએ રેડ કરી કરોડોની ખનીજ ચોરી ઝડપી હતી. હવે ફરી આ વિસ્તારમાં ખનીજ ચોરી ન થાઇ તે માટે ગુજરાતમાં પ્રથમ વખત મહેસુલી ચોકી ઉભી કરાતા ખનીજ માફિયાઓ માં ફફડાટ ફેલાયો છે. અને ખુદ પ્રાત અધિકારી હરેશ મકવાણા ખનીજ ચોરી અટકાવવા ધોકો લઇ ખાટલો ઢાળી રખેવાળી કરવા તંબુ મહેસુલી ચોકીએ બેઠા હતા.

Scroll to Top