GST News: રાજ્યમાં દિન પ્રતિદિન આધારનો દુરૂપ્રયોગ કરીને સાયબર છેતરપિંજડી દ્રારા બેંક ખાતા ખોલવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. પરંતુ પાટણ જીલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં મિસ્ત્રી તરીકે કામ કરતા દુધખા ગામના એક યુવાનને બેંગલુર gst વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટીસ મળી છે. આ યુવાન માત્ર મહિને ભરણ પોષણ કરવા માટે 16 – 17 હદાર રૂપિયા કમાય છે.
સુથારીકામ મહિને 15 હજાર કમાતો હતો
આ યુવકનું નામ છે, સુનીલ સથવારા જે મિસ્ત્રી છે. જે આસપાસના નાના મોટા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.આ યુવકને બેંગ્લુરૂથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી હતી.આ નોટિસ અંગે વકીલનો સંપર્ક કર્યો અને વકીલે GST નંબર ઓનલાઈન ચેક કર્યા હતા. વધુ તપાસ કરતા સુનીલ સથવારાના નામે 11 કંપનીઓ કાર્યરત છે.આ ઉપરાંત તેમના નામે કંપનીઓ ઉત્તપ પ્રદેશમાં અયોધ્યા,અલીગઢ,અરૂણાચલ પ્રદેશ,મણિપુર,ત્રિપુરા,મહારાષ્ટ્ર, નાહપુર,કર્ણાટક,તમિલનાડુ અને આંદામાન નિકોબાર જેવા વિવિધ રાજ્યમાં કાર્યરત છે.
યુવકને GST વિભાગે ફટકારી 1.96 કરોડની નોટિસ
સુનીલના નામે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. સુનિલના નામે આટલી બધી કંપનીઓ કેવી રીતે અને કોણે બનાવી, શું આ કંપનીઓ ખરેખર ચાલી રહી છે કે ફક્ત નામ પૂરતી જ અસ્તિત્વ ધરાવે છે તે તપાસનો વિષય છે. સુનીલ અને તેના પરિવારે આ સમગ્ર મામલે ગૃહ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે તેમના દસ્તાવેજોનો છેતરપિંડીથી ઉપયોગ કરવામાં આવ્યો છે.