GST કાઉન્સિલની મીટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંત્રીઓએ હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ (Health and life insurance) પ્રીમિયમ પર GST ઘટાડવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલ GST કાઉન્સિલની આગામી બેઠક સુધી તેને મોકૂફ રાખવામાં આવી છે. જેથી હજુ પણ લોકોએ જૂના ટેક્સ રેટ મુજબ તેમના ઈન્શ્યોરન્સ (insurance) પ્રીમિયમ ચૂકવવું પડશે.
GST ઘટાડવાની દરખાસ્ત કરવામાં આવી હતી
GST કાઉન્સિલની 55મી મીટીંગમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ (Health and life insurance) પર પ્રીમિયમ ઘટાડવાના નિર્ણયને મુલતવી રાખવાનું કારણ આપવામાં આવ્યું હતું કે આ અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે. તેમજ તેના અહેવાલને વધુ વ્યાપક બનાવવા માટે વધારાની માહિતી રજૂ કરવા જણાવ્યું છે.
GSTની મીટિંગમાં મિડલ ક્લાસને ઝટકો
હાલમાં, હેલ્થ ઈન્સ્યોરન્સ, ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ અને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન 18% GST રેટ હેઠળ આવે છે. એન્ડોમેન્ટ યોજનાઓમાં GST અરજી અલગ છે, પ્રથમ વર્ષમાં 4.5%ના રેટથી અને બીજા વર્ષથી 2.25%ના રેટ લાગુ છે. લાઈફ ઈન્શ્યોરન્સ (Health and life insurance) માટે, સિંગલ પ્રીમિયમ એન્યુઇટી પોલિસી 1.8%ના GST રેટ લાગે છે. આ રેટ તમામ વય જૂથોને સમાનરૂપે લાગુ પડે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પરના મંત્રીઓના સમૂહ (GOM) એ 16 ડિસેમ્બરના રોજ રાજ્ય અને કેન્દ્ર સરકારના મહેસૂલ અધિકારીઓને તેની ભલામણો રજૂ કરી હતી.
ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં નહીં મળે રાહત
GOM એ કુટુંબના સભ્યોને આવરી લેતી શુદ્ધ મુદતની જીવન વીમા પૉલિસીઓ માટે GST મુક્તિની દરખાસ્ત કરી હતી. આનો અર્થ એ થશે કે આ પોલિસીઓ GSTને આધીન રહેશે નહીં, જે પોલિસીધારકો પરનો નાણાકીય બોજ ઘટાડશે.વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમા પર મુક્તિ: અન્ય મુખ્ય ભલામણો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમા પૉલિસી પર GSTમાંથી મુક્તિ છે, જે વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સંભાળને વધુ સસ્તું બનાવવામાં મદદ કરશે.