⇒ Patanના સમી તાલુકાના ગોચનાદ ગામ નજીક અકસ્માત
⇒ એસટી બસે રિક્ષાને અડફેટે લેતા છના મોત
Patan News | સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 5થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.
બનાવની મળતી માહિતી અનુસાર સમી-રાધનપુર હાઇવે ફરી એકવાર રક્તરંજીત બન્યો છે. પાટણ (Patan) જિલ્લાના સમી (Sami) તાલુકાનામાં ગોચનાદ ગામ નજીક વચ્છરાજ હોટલ પાસે અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં હિંમતનગરથી માતાના મઢ જતી એસટીની બસે (GSRTC) રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો છે. અકસ્માતમાં રિક્ષામાં સવાર 6ના મોત થયા છે.આ અકસ્માતમાં રીક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી.
એસટીની અડફેટે આવેલી રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.