Groundnut oil price Down: ખાદ્યતેલમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા સીંગતેલને(Groundnut oil) લઈને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે.સીંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.સતત ઘટતા ભાવથી એક સમયે રૂ.3200 થી વધુમાં વેચાતો 15 કિલોનો સિંગતેલનો તેલનો ડબ્બો હાલ રૂ 2300 આસપાસના ભાવે વેચાય રહ્યો છે.દિવાળી બાદ સતત સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.અને છેલ્લા ત્રણ દિવસમાં ડબ્બે રૂ.40નો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 4 વર્ષના બજાર ભાવ જોઈએ તો સિંગતેલના ભાવ આ વર્ષે તળિયે જોવા મળ્યા છે. દીવાળીથી અત્યાર સુધીમાં સીંગતેલના ભાવમાં રૂ.300નો ઘટાડો થયો છે.સિંગતેલના ભાવમાં મસમોટા ઘટાડા માટે જવાબદાર પરિબળ આ વર્ષે થયેલ મગફળીનું ઉત્પાદન મબલખ ઉત્પાદનને માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા ચાર વર્ષના સીંગતેલના ભાવ પર નજર કરીએ તો 2021માં રૂ2300 હતા.ત્યારબાદ 2022માં ઓગસ્ટ મહિનામાં પ્રતિ ડબ્બે સૌથી વધુ 3200 રૂપિયા ભાવ ઉંચકાયો હતો. જ્યારે તે ભાવ 1 વર્ષ પછી ઘટીને 2023માં ઓગસ્ટ મહિનામાં 3100 રૂપિયા થયો હતો.અને એ જ વર્ષમાં એક મહિનામાં 100 રૂપિયાનો ઘટાડો થતા સપ્ટેમ્બર મહિનામાં 3000 અને ઓક્ટોબર મહિનામાં 2900એ પંહોચ્યો હતો.2024માં સીંગતેલના ભાવ જોઈએ તો રૂ.2600 આસપાસ રહ્યા હતા.અને હવે 2025માં એપ્રિલ મહિનામાં પ્રતિ ડબ્બે સીંગતેલનો ભાવ 2300એ પંહોચ્યો છે.એકંદરે કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોમાં સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થયો છે.ખાદ્યતેલોમાં સૌથી વધુ સીંગતેલનો વપરાશ થાય છે જેથી તેને સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.10 વર્ષ પહેલા આ જ સીંગતેલનો ભાવ 1750 રૂપિયા હતો.અને હવે ફરી સિંગતેલના ભાવમાં ઉતરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ વર્ષે સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાત આખામાં મગફળીનું મબલખ ઉત્પાદન થતા સરકારે નાફેડ હસ્તકની મગફળીનું વેચાણ કર્યું છે અને ખેડૂતો દ્વારા પણ સ્ટોક કરેલ મગફળી માર્કેટમાં આવતા બજારમાં મગફળીની આવક બમણી થઈ છે.તેના લીધે સિંગતેલના ડબ્બાના ભાવમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.હાલ સીંગતેલના ભાવ 2300એ પંહોચ્યા છે જ્યારે બીજા ખાદ્યતેલના ભાવ જોઈએ તો કપાસિયાનું તેલ(Cotton seed oil) રૂ 2200,સોયાબિન તેલ(Soybeans oil) રૂ 2250,સનફલાવરતેલ(Sunflower oil) નો ભાવ રૂ 2100 અને મકાઈ તેલ(Corn oil)ના ભાવ 2050 રૂપિયાએ પંહોચ્યો છે.એકંદરે સિંગતેલ સહિત અન્ય તેલોમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp