પ્રેમ આંધળો હોય છે…, કહેવત સાંભળી જશે. જ્યારે કોઈ સાથે પ્રેમ થાય છે તો ઉંમર, જાતિ કે ધર્મ કશું દેખાતું નથી. ઉત્તર પ્રદેશમાં સામે આવી છે. લગ્નના 9 દિવસ પહેલા જ વરરાજો પોતાની થનારી સાસુ સાથે જ ભાગી ગયો હતો. બંને વચ્ચે લફરું ક્યારે શરૂ થયું તેની કોઈને ખબર ન પડી. આ ઘટના બન્યા બાદ દુલ્હનને તેનો પરિવાર આઘાતમાં છે.
ઉત્તર પ્રદેશના અલીગઢના મડરાકમાં એક માતા પોતાની દીકરીના થનાર પતિ એટલે કે જમાઈ સાથે જ ભાગી ગઈ છે. બંને ક્યાં છે તેનો પત્તો હજુ સુધી લાગ્યો નથી. 16 એપ્રિલના રોજ મહિલાની દીકરીના લગ્ન હતા, લગ્નની તૈયારી પુરજોશમાં ચાલી રહી હતી. લગ્નની કંકોત્રી વહેચાઇ ગઇ હતી. વરરાજાએ પોતાની સાસુને મોબાઈલ ભેટમાં આપ્યો હતો. જે મારફતે બંને સંતાઈને વાતો કરતા હતા. કોઈને પણ આ વાતની ખબર ન પડી હતી કે બંને વચ્ચે લફરું ચાલી રહ્યું છે.
મહિલાએ જાતે જ દીકરીનો સંબંધ કરાવ્યો હતો. ભાગતા પહેલા તે દીકરીના લગ્ન માટે ઘરે રાખેલા લાખો રૂપિયાના ઘરેણા અને 2.5 લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. મહિલાના પરિવારજનોએ આ વાતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે. મહિલાની ગુમ થયાની ફરિયાદ નોંધી પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. આ વાત જાણી તે વિસ્તારમાં લોકો પણ આશ્ચર્ય પામી ગયા છે. છોકરીના સાસરિયામાં પણ આની ચર્ચાઓ ચાલી રહી છે. આ વાત પર કોઈને પહેલા વિશ્વાસ ન થયો હતો, પરંતુ બંને એક જ દિવસે ગાયબ થયા તો પરિવારને શંકા ગઈ. પછીથી જાણવા મળ્યું હતું કે બંને સાથે જ ભાગી ગયા છે.
મારી મા જીવે કે મરે મને કોઇ ફરક પડતો નથી
આ ઘટના પર યુવતીએ કે મારી મારી માતા મારુ જીવન બરબાદ કરીને ભાગી ગઇ છે. મારો મંગેતર મારી સાથે વાત કરતો નહતો. જ્યારે પણ પુછતી ત્યારે તે કહેતો કે તૈયારીમાં વ્યસ્ત છું. હવે ખબર પડી કે તે મારી મારી માતા સાથે દિવસ-રાત વાત કરતો હતો. મારી માતાએ આ બધુ તેના કહેવા પર કર્યું છે. હવે તે જીવે કે મરે મને કોઇ ફરક પડતો નથી.