ગુજરાતમાં બાકી રહેલી 8240 Gram Panchayat Election નો માર્ગ મોકળો થઈ શકે છે. આજે બપોરે ચૂંટણીની તારીખોનું એલાન થાય એવી શક્યતા છે. State Election Commission આજે બપોરે પ્રેસ-કોન્ફરન્સ યોજશે. નોંધનીય છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ OBC અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી, જેનો માર્ગ હવે મોકળો થતાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે..
Gram Panchayat Election ની તારીખ જાહેર થાય તેવી શક્યતા
રાજ્યની 8240 જેટલી Gram Panchayat Election યોજવા માટે રાજ્ય ચૂંટણીપંચ તરફથી આજે બપોરે તારીખોનું એલાન થાય એવી શક્યતા છે. રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. રાજ્ય ચૂંટણીપંચે કલેક્ટરોને પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગરૂમ નક્કી કરવાની જરૂરી સૂચના પણ આપવામાં આવી છે. ચૂંટણીપંચે બેલેટ પેપર છપાવવાથી લઈ પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા સુધી, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડર પ્રક્રિયા કરવાનું પણ જણાવી દીધું છે. કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ, ચૂંટણી અધિકારી-કાઉન્ટિંગ સ્ટાફને, તાલીમ આપવા પણ આયોજન કરાયું છે.
Gram Panchayat Election માટે યોજાશે ચૂંટણી!
ગુજરાતમાં Gram Panchayat Election માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો – Jignesh Mevani: પાટણમાં દલિત સમાજના વડીલને જીવતા સળગાવી દીધા!
આ પણ વાંચો – Gir Somnath: રાત્રે 2 વાગે DDO એ સરકારી કચેરી સીલ કરતા કેમ વિવાદ થયો?