Gpsc Exam: અગામી યોજાનારી GPSCની પરીક્ષા કેન્સલ, કારણ જાણીને ચોકી જશો

Gpsc Exam: ગુજરાતમાં નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 16 તારીખે યોજાનારી gpscની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે.gpscના ચેરમેન હસમુખ પટેલે એક્સ પ્લેટફોર્મ પર પૉસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

16 તારીખે GPSCની પરીક્ષા કેન્સલ કરી

16 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવાની છે. જ્યારે 16 તારીખે GPSCની પરીક્ષા છે. આ બંન્ને એક દિવસે હોવાથી GPSCએ પરીક્ષા કેન્સલ કરી છે.જ્યારે આ તમામ માહિતી હસમુખ પટેલે X પર પૉસ્ટ કરીને આપી હતી.તમને જણાવી દઈએ કે રાજ્યની 66 જેટલા નગર પાલિકા અને પંચાયતોમાં મતદાન યોજાશે, જેને લઇને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીપીએસસી પરીક્ષા માટે નવી તારીખોની ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે પરીક્ષા કેન્સલ કરી

રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે.

 

Scroll to Top