GPSC: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર, વર્ગ 1 અને 2 માટે બમ્પર ભરતી

GPSC: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ 1 અને 2 અધિકારીઓની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આયોગે કુલ 244 જગ્યાઓ માટે ભરતી સૂચના બહાર પાડી છે, જેના માટે ઉમેદવારો આવતીકાલ, શુક્રવારથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી પ્રક્રિયા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે યોજાશે.

વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

થોડા દિવસો પહેલા ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (gujarat public service commission) દ્વારા વર્ગ 1 અને 2ની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. હવે, GPSC દ્વારા આ નવા નિયમો હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, gujarat public service commission (GPSC) વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે – પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા. ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે મુખ્ય પરીક્ષા લેખિત સ્વરૂપમાં લેવાશે અને તેમાં ફિઝિકલ ટેસ્ટ અથવા પર્સનાલિટી ટેસ્ટનો પણ સમાવેશ થઈ શકે છે.

1 અને 2ની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા

GPSC દ્વારા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે પરીક્ષા પહેલાં સિલેબસ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારોના ઓર્ડર અને પ્રેફરન્સ સંબંધિત નિયમો પણ ગેઝેટ દ્વારા જાહેર કરવામાં આવશે.જાહેરાત ક્રમાંક 240/2024-25 અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત સિવિલ સર્વિસીસ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2 ની ઓનલાઈન અરજી પ્રક્રિયા 07-03-2025 થી શરૂ થશે અને 23-03-2025 રાત્રે 23:59 સુધી ચાલશે.

 

Scroll to Top