- GPSC વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીમાં જાહેર કરશે
- હસમુખ પટેલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માહિતી આપી
- જૂદા જૂદા વિભાગો સાથે પરામર્શ કરી કેલેન્ડર બહાર પાડવામાં આવશે
સરકારી ભરતી (Government recruitment) ની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. યુવાનો છેલ્લા કેટલાઈ સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર GPSC વર્ષ 2025નું ભરતી કેલેન્ડર (Recruitment calendar) જાન્યુઆરી મહિનામાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં આ કેલેન્ડર જાહેર થશે.
જીપીએસસી વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 15, 2024
હસમુખ પટેલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માહિતી આપી
GPSCના ચેપરમેન હસમુખ પટેલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી. હસમુખ પટેલે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે સરકારના જૂદા જૂદા વિભાગો સાથે વાતચીત ચાલી રહી છે. આ પરામર્શ પૂર્ણ થતા ભરતી કેલેન્ડર (Recruitment calendar) બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત તેમને પરીક્ષા નિયમોને લઈને પોસ્ટ કરી હીત.તેમણે વધુમાં લખ્યું કે GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બોટલ ઉમેદવારો પરીક્ષા ખંડમાં લઈ જઇ શકશે. પરંતુ આ બોટલ પર લખાણના હોવું જોઈએ. તેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.
GPSC વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીમાં જાહેર કરશે
તમને જણાવી દઈએ કે GPSC દ્રારા અગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરક્ષક STIની પરીક્ષામાં નવા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. GPSC દ્વારા ઉમેદવારની પરીક્ષા તેના જિલ્લા કેન્દ્ર પર લેવામાં આવી હતી.પરંતુ આ વખતે આયોગે તેમાં ફેરફાર કરીને નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.