GPSCના ચેરમેન હસમુખ પટેલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, એક કા ચારની સ્કીમ આપી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પોંઝી સ્કિમની ચર્ચા ખુબ થઈ રહી છે. આ પોંઝી સ્કિમથી ગુજરાતના સામાન્ય લોકો ફસાઈ ગયા છે. ત્યારે હવે ગઠીયાઓએ ips અને gpscના ચેરમેનના નામે ઠગાઈ કરવાની વેતરણ કરી છે. ઘટના એવી છે કે હસમુખ પટેલના નામની ખોટી ટેલીગ્રામ ચેનલ બનાવી તેમાં વિવિધ લોભામણી સ્કિમો આપી હતી.

 

એક કા ચારની ખોટી જાહેરાત કરવામાં આવી હતી

GPSC ચેરમેન હસમુખ પટેલનું સોશિયલ મીડિયા પર ખોટું એકાઉન્ટ બનાવી ટોળકીએ લોકોને છેતરવાની યોજના બનાવી હતી. આ મોડસ ઓપરેન્ડી આવી હતી. હસમુખ પટેલનું ટેલીગ્રામમાં નકલી ખાતુ બનાવી તેની પર લોભામણી જાહેરાત કરી હતી. જેમાં એક કા ચારની ખોટી જાહેરાતનો પ્રચાર કરવામાં આવ્યો હતો. પટેલે હાલ તો આ એકાઉન્ટ બંધ કરી દિધું છે. પોલેસી આ એકાઉન્ટ કોણે બનાવ્યું છે તેની તપાસ હાથ ધરી છે.

યુવરાજ સિંહે x પર માહિતી શેર કરી હતી

પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટનાં ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ આદરણીય ex. IPS હસમુખપટેલનું નામ અને ફોટાનો ગેર ઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા ઉપર એક કા ચારની લોભામણી જાહેરાત કરે છે

Scroll to Top