Gopal Italiya એ થોરીયાળી ગામની લીધી મુલાકાત, મહિલાઓની સાંભળી વેદના

Gopal Italiya: થોડા દિવસ પહેલા રાજકોટના વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે કોળી સમાજ (koli samaj) ના નિર્દોષ વ્યક્તિ સ્વ. ઘનશ્યામભાઈ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.આપ નેતા ગોપાલ ઈટાળીયાએ ગઈકાલે વિંછીયાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારને રજૂઆત કરી હતી. બીજી બાજૂ થોરીયાળી ગામે કોળી સમાજ (koli samaj) ની વિવિધ મહિલાને મળી સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી.

સરકારી તંત્રએ મૃતક ધનશ્યામભાઈનું ઘર તોડી નાખ્યું

ગોપાલ ઈટાળીયા (Gopal Italiya )એ ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કોળી સમાજના યુવાનની હત્યા થયેલ હોવા છતાંય હત્યાના કેટલાક આરોપી હજુ ફરાર છે. પરંતુ પોલીસે કોળી સમાજના જ 80 કરતા વધુ નિર્દોષ લોકોને જેલમાં ધકેલી દિધા છે. સ્વ. ઘનશ્યામભાઈનું ખૂન કરનાર માથાભારે માણસોના કહેવાથી સરકારી તંત્રએ ઘનશ્યામભાઈના ઘરે દીકરીના લગ્ન હોવા છતાંય તેમનું ઘર તોડી પાડ્યું હતું અને ગામમાં જે તેઓ ઘરવિહોણા હતા. જ્યારે મૃતક ઘનશ્યામભાઈના બેસણામાં શ્રદ્ધાંજલિ આપવા આવતા લોકોને પણ પોલીસ ધરપકડ કરી રહી છે.અનેક નિર્દોષ લોકોના મોટરબાઈક પોલીસે જમા કરી લીધા છે.તેમણે પોસ્ટમાં એક મહિલાનો ઉલ્લેખ કરતા ટાંક્યું કુંવરજી બાવળિયાની જેલમુક્તિ માટે થઈને માનતા રાખનાર એક મહિલા કહી રહ્યા છે કે, અમારા છે પણ અમને કામમાં ન આવ્યા.

ગોપાલ ઈટાળીયાએ 4 મુદ્દા રાખ્યા

– સરકારી તંત્રએ મૃતક ધનશ્યામભાઈનું ઘર તોડી નાખ્યું,
– માથાભારે માણસોએ ઘનશ્યામભાઈની હત્યા કરી નાખી
– પોલીસે કોળી સમાજ (koli samaj) ના 80 થી વધુની ધરપકડ કરી લીધી
– ખૂન કરનાર કેટલાક આરોપીની ધરપકડ હજુ બાકી છે

 

Scroll to Top