Gopal Italiya: આ મુદ્દે ગોપાલ ઈટાલીયા કચ્છ પૂર્વ પોલીસ સમક્ષ પહોંચતા તંત્ર ચોંકી ગયું

થોડા દિવસ પહેલા નકલી EDના અધિકારી આમ આદમી પાર્ટી (aap) ની ક્રર્યકર એવું ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટના વળતા જવાબમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાળીયા (Gopal Italiya) સહિતના આપના આગેવાનો આ અંગે જવાબ આપ્યો હતો. ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે દસ દિવસ પહેલા પકડાયેલ નકલી EDના માણસ વિશે આજે ગૃહ મંત્રીને જાણકારી મળે છે કે તે વ્યક્તિએ એસપી, ભાજપ અને આપને પૈસા આપ્યા છે. જો ગૃહ મંત્રીની વાત સાચી હોય તો હું તેમને ચેલેન્જ આપું છું કે મારી સાથે ડિબેટ કરો.

પોલીસે તપાસમાં બોલાવેલ નથી કે નોટિસ આપેલ નથી

નકલી ED મુદ્દે કચ્છ(પૂર્વ) એસપીએ ભાજપનો હાથો બનીને ગોપાલ ઈટાલીયા (Gopal Italiya) ઉપર કરેલા રાજકીય આરોપોનો જવાબ આપવા ગોપાલ ઈટાલીયા (Gopal Italiya) પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચતા કચ્છ પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી.આ ઉપરાંત ઈસુદાન ગઢવી પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. સાથે સાથે સમગ્ર ગુજરાતના આપના નેતા અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચતા માહોલ તંગ બની ગયો હતો.

પોલીસ દ્વારા ઓફિસિયલી કોઇ પણ નોટિસ આપીને જાણ કરવામાં આવી નથી

સમગ્ર ઘટનાને લઈ ગોપાલ ઇટાલીયા (Gopal Italiya) નું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હર્ષ સંઘવીના કહેવાથી કચ્છ (katch) ના એસપીએ ભાજપનો હાથો બનીને મારા વિરુદ્ધ બેબુનિયાદ આરોપો કર્યા છે.મારી રાજકીય અને સામાજિક બદનામી કરવાના હેતુથી કચ્છના એસપીએ કહ્યું કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલીયાને તપાસમાં બોલાવવામાં આવશે. પરંતુ કચ્છ (katch) પોલીસ દ્વારા તેને કોઈ ઓફિસિયલી નોટિસ આપીને જાણ કરવામાં આવી નથી.હું નિર્દોષ છું માટે સામે ચાલીને કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું. આ ઉપરાંત વધુમાં કહ્યું કચ્છ (katch) ના એસપીએ મારા પર જે ખોટા આરોપો લગાવ્યા છે, તેનો હું જવાબ આપવાનો છું.

Scroll to Top