આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય Gopal Italia એ ખોડલધામ કાગવડમાં દર્શન કરીને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. ધારાસભ્ય બન્યા બાદ આ તેમની પહેલી ખોડલધામ મુલાકાત હતી, જ્યાં ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
ગોપાલ ઇટાલિયા સમર્થકો સાથે ખોડલધામ પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટે તેમને માં ખોડલનો ખેસ પહેરાવીને સન્માનિત કર્યા. ઇટાલિયાએ ખેડૂત, પશુપાલક અને રત્નકલાકાર સમાજના કલ્યાણ માટે વિશેષ પ્રાથના કરી. Gopal Italia એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, “હું અહીં કાર્યકર્તાઓ અને આપણે બધા હતાશ ના થીએ તે માટે પ્રાથના કરવા આવ્યો છું. AAP ગુજરાતમાં સંઘર્ષ કરી રહી છે, પરંતુ માતાજીનું આશીર્વાદ અમને મજબૂતી આપશે.”
આ પણ વાંચો – Amit Shah: મંત્રીપદે પરષોત્તમ સોલંકી કે હીરા સોલંકી?



