Gujrat: ગોપાલ ઈટાળીયાએ મુખ્યમંત્રીને લીધા આડે હાથ, કહ્યું બે વર્ષમાં……..

આજે વર્તમાન રાજ્ય સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષમાં વિવિધ કરેલા કામોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે x પર માહિતી આપી હતી. તેના જવાબમાં ગોપાલ ઈટાળીયા (Gopal Italy) એ ટ્વીટ કરીને જવાબ આપતા લખ્યું બે વર્ષમાં માત્ર ભાજપના રોબોટ જેવા મુખ્યમંત્રી બનીને રહી જવા બદલ આપને ખુબ ખૂબ શુભેચ્છાઓ.

વિવિધ યોજનાના કામોમાં ૨૦,૦૦૦ કરોડના ભ્રષ્ટાચાર થયો

ગોપાલ ઈટાળીયા (Gopal Italy) એ ટ્વીટમાં વધારે ઉલ્લેખ કરતા લખ્યું બે વર્ષમાં અંદાજે ૧૦,૦૦૦ કરોડ કરતા વધુનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું (નથી પકડાયું તે અલગ) બદલ અભિનંદન. બે વર્ષમાં રોડ, રસ્તા, બ્રિજ, વિવિધ યોજનાઓ વગેરેના કામમાં આશરે ૨૦,૦૦૦ કરોડના ભ્રષ્ટાચાર થયો. તમારી સરકારમાં બળાત્કારીઓએ બળાત્કાર કરવામાં અને છેડતી કરવામાં માઝા મૂકી દિધા છે. જ્યારે નકલી નકલીની બોલબાલા થઈ ગઈ અને નકલી મામલે ગુજરાત સમગ્ર ભારતમાં પ્રખ્યાત તમારા રાજમાં બન્યું છે.

૧૦,૦૦૦ કરોડ કરતા વધુનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું

કાયદા અને વ્યવસથા પર પ્રહાર કરાત લખ્યું બે વર્ષમાં વ્યાજમાફિયાઓના ત્રાસથી, ગુંડાઓના ત્રાસથી અને ન્યાય ન મળતા થાકીને આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં ખુબ વધારો થયો છે. આ ઉપરાંત બે વર્ષમાં સાયબર ચોર અને ઓનલાઇન ફ્રોડમાં ગુજરાતની જનતાના આશરે ૧,૦૦૦ કરોડ રૂપિયા ધોવાય ગયા છે. જ્યારે રાજ્યમાં બે વર્ષમાં નબીરાઓને દારૂ-ડ્રગ્સ પી ને જનતાને કચડી નાખી હોય એવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ તેના પર કાર્યવાહી થઈ કે નહીં તેના પર સીએમ ક્યારે જવાબ આપશે. ઈટાલીયા (Gopal Italy) એ છેલ્લે છેલ્લે ટોણો મારતા કહ્યું ભાજપના રોબોટ જેવા મુખ્યમંત્રી બનીને રહી જવા બદલ આપને ખુબ ખૂબ શુભેચ્છાઓ.

CMએ આ ટ્વીટમાં શું લખ્યું

ગુજરાતના નાગરિકોની સેવામાં આજે વર્તમાન રાજ્ય સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ દરમિયાન અંત્યોદયનો ભાવ હૃદયે રાખીને રાજ્યના છેવાડાના માનવીનું જીવન સુખમય બને તેવા સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકારે હાથ ધર્યા છે. રાજ્યના વિકાસની આ યાત્રામાં આપ સૌનો ખૂબ સ્નેહ અને સાથ મળ્યો તે બદલ ‘ટીમ ગુજરાત’ વતી સૌ નાગરિકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.

Scroll to Top