આજનો દિવસ ગુજરાતના રાજકારણમાં એક ઐતિહાસિક વિધાનરૂપ સાબિત થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના આગેવાન Gopal Italia એ ધારાસભ્ય તરીકે શપથ લેતાં પહેલા જ રાજ્યના હાલત પર મોટાં નિવેદનો આપ્યાં અને સત્તાધારીઓની નીતિઓ પર સોચવણી ટિપ્પણીઓ કરી.
શપથવિધિ પૂર્વે મીડિયાને સંબોધતા ઈટાલિયાએ જણાવ્યું કે, “મારા માટે આજનો દિવસ ખૂબ જ રોમાંચક છે. ગુજરાતમાં હવે બદલાવ આવી રહ્યો છે અને AAP ની લહેર આગામી સમયનું નવું ભવિષ્ય નિર્માણ કરશે.” તેમણે જણાવ્યું કે શપથવિધિનો ઉત્સાહ સમગ્ર ગુજરાતના ગામડાઓ સુધી પહોંચ્યો છે. “આટલો હર્ષોલ્લાસ ક્યારેય જોવા મળ્યો નથી,” એમ તેમણે ઉમેર્યું.
આ પણ વાંચો – Gopal Italia: મોટી સંખ્યામાં લોકોનો જમાવડો
Gopal Italia એ પોતાના ભાષણમાં રાજ્ય સરકારની કામગીરી પર ગંભીર સવાલ ઊઠાવ્યા. તેમણે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં અનેક બ્રિજ તૂટ્યા છે. દીકરીઓ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યા કરે છે અને પોલીસ FIR પણ નહીં લખે. હકની લડાઈમાં ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે. “તેમણે ભાજપ સરકારને ક્રૂર અને અન્યાયી તરીકે વર્ણવી હતી અને કાંતિ અમૃતિયા મુદ્દે પણ કટાક્ષ કરતા કહ્યું, “મારા રાજીનામાથી પૂલ તૂટવાનું બંધ નહીં થાય. જો આખી ભાજપ સરકાર રાજીનામું આપે, તો કદાચ લોકોના જીવ બચી શકે.”