Gopal Italia: ગુજરાતની અંદર છેલ્લા બે ચાર દિવસથી એક ચર્ચાએ ખૂબ ચાલી રહી છે કે એડવોકેટને પોલીસે કોર્ટની અંદર જતાં રોકી શકે? શું ખરેખર કોઈ વકીલે પોતાની કોર્ટ પ્રિમાઈસીસની અંદર એ પોતે ડ્રેસમાં હોય અને જો એ પોતે વકીલ છે અને કોર્ટની અંદર બીજા કોઈ કામથી અથવા તો એ કેસ લડવા માટે જતો હોય તો પોલીસ એને રોકી શકે?
આ પણ વાંચો – Chaitar Vasava: ગોપાલ ઈટાલિયાને વકીલનો વળતો જવાબ
Chaitar Vasava ની ધરપકડ બાદ Gopal Italia રાજપીપળા પહોંચ્યા અને રાજપીપળા તેમને કોર્ટની અંદર જવા માટે રોકવામાં આવ્યા. ત્યારબાદ દાહોદના એક એડવોકેટ આવ્યા તેમને પણ રોકવામાં આવ્યા. જો કે દાહોદના એડવોકેટે દંડવત પ્રણામ કર્યા અને આખો આ મામલો સોશિયલ મીડિયાના માધ્યમથી એટલો ચર્ચામાં આવ્યો કે સમગ્ર ગુજરાતની અંદર બાર એસોસિએશન વતી Gopal Italia ના સમર્થનની અંદર બેઠકો મળી ઠરાવ પાસ થયા.