વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કિરીટ પટેલ અને Gopal Italia એ બંને આમને સામને છે. ગોપાલ ઇટાલિયાએ પહેલા બેંકના વહીવટની બાબતે આક્ષેપો લગાવ્યા હતા. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. જો કે ત્યારબાદ કિરીટ પટેલે એવું કહ્યું છે કે ખેડૂતોનું મેં ક્યારે ખોટું કર્યું નથી અને કરીશ પણ નહીં.
જો કે હવે આખી આ ઘટનાની અંદર ગોપાલ ઈટાલિયાએ પહેલા આક્ષેપો કર્યા હતા એ બાદ ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન ગોપાલ ઈટાલિયા Visavadar ના એક ગામમાં પહોંચે છે. જ્યાં કેટલાક ખેડૂતોએ ગોપાલ ઈટાલિયાને એવી વાત કરે છે કે અમારું તો બેંકમાં ખાતું પણ નથી. તેમ છતાં એમને રૂપિયા ભરવા માટેની ધિરાણ લીધી હોવાની અમારા નામની નોટીસ આવે છે. જો કે ગોપાલ ઈટાલિયાએ આખી આ ઘટનામાં એવું પણ કહ્યું છે કે તેઓ જે જગ્યા ઉપર ગયા હતા એમાંના એક પરિવારના સભ્યએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યાં આખી આ ઘટના સામે આવી શું એ રજૂઆત કરી રહ્યા છે એ સાંભળીએ આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલના નિવેદન પર ઈટાલિયાનો સણસણતો જવાબ