આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરથી નવા ચૂંટાઈ આવેલા ધારાસભ્ય Gopal Italia એ આજે ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે ધારાસભ્ય પદ માટે શપથ લીધી. વિધાનસભાના અધ્યક્ષ Shankar Chaudharyએ તેમને શપથ અપાવી. શપથવિધિ પ્રસંગે તેમણે અનેક મહત્વપૂર્ણ ભાવના ભરેલા નિવેદનો આપ્યા અને ગુજરાતની જનતાને એક નવી લડાઈ માટે સજ્જ થવાની અપીલ કરી.
“આજનો દિવસ ઐતિહાસિક છે” – ઈટાલિયા
Gopal Italia એ શપથ બાદ મીડિયા અને કાર્યકરો સામે જણાવ્યું કે, “આજનો દિવસ અત્યંત ઐતિહાસિક છે. એક ખેડૂત પુત્ર ચૂંટણી જીતી શકે, તે સંવિધાનની તાકાત છે. આ જીત માત્ર મારી નથી, સમગ્ર ગુજરાતની છે.”
જનતાને ઉદ્ઘોષ: “જાગો અને સંઘર્ષ કરો”
ઈટાલિયાએ ગુજરાતની જનતાને ઉમદા સંદેશ આપતાં કહ્યું:
“ગુજરાતની જનતા પોતાની આત્માને જગાડે. ક્યાં સુધી સહન કરીશું? ક્યાં સુધી આ બધું ચલાવીશું?”
“લડાઈ માટે રસ્તા પર આવો, સંઘર્ષ માટે તૈયાર થાવો!”
આ પણ વાંચો – Gopal Italia: શપથ લેતા સરકાર સામે દેખાયા આક્રમક
“ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા લીધા છે શપથ”
તેમણે ગુજરાતના ભવિષ્ય માટે દિશાનિર્ધાર કરતી પ્રતિજ્ઞા લેતાં કહ્યું કે, “આજે હું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બનાવવા માટે આ શપથ લઈ રહ્યો છું. જનતાની સાથે મિલીને આપણે બદલાવ લાવશું.”
“સ્વ. કેશુભાઈ પટેલને આ દિવસે યાદ કરું છું”
તેમણે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને યાદ કરતાં કહ્યું કે, “મારું રાજકારણ એક સ્વચ્છતાની ભૂમિ પર ઊભું છે. કેશુભાઈ પટેલની સમાજસેવાના મૂલ્યો મને માર્ગદર્શન આપે છે.”