Gopal Italia: Visavadar Assembly By-Election ની જાહેરાત થઈ ત્યારબાદ AAP ના ઉમેદવાર Gopal Italia એ પુત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ પર તેમણે કેપ્શનમાં લખ્યું,
ખમ્મા દિકરિયું – ખમ્મા માવડિયું
આજરોજ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી જાહેર થતા મારી નાનકડી દીકરી વૈદેહીએ મને ચાંદલો કરી, મીઠું મોઢું કરાવી અને દુખણા લઈને પપ્પાને વહાલ અર્પણ કર્યું.
સાક્ષાત જોગમાયા જેના નિર્દોષ ખોળીયામા બિરાજતી હોય એવી દીકરીના દુખણા એ દુનિયાના તમામ દુઃખ દર્દનો ભુક્કો કરી નાખે છે. ગુજરાતની જનતાના દુઃખ, વિસાવદરની વેદના અને વર્ષોથી પીડા નાનકડા દુખણાના ટાચકાની સાથે ભાંગીને ભુક્કો થઈ જશે એવી શ્રદ્ધા સાથે હું વિધિવત્ ચુંટણી પ્રચાર ચાલું કરી રહ્યો છું.
મિત્રો તમામ પાર્ટીના, તમામ જ્ઞાતિના, તમામ જિલ્લાના સૌ શુભચિંતકો વિસાવદર આવીને અમારી ટીમનો ઉત્સાહ વધારશે એવી આશા.
જય ગુજરાત – જય કિસાન – જય હિન્દ
આ પણ વાંચો – Dahod Sub Jail: બાપએ જેલનું કર્યું ઉદ્ધાટન, ત્યાં જ બંધ છે દીકરા
આ પણ વાંચો – કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ માંથી ઉમેદવાર Hitu Kanodia નક્કી?, તો કોંગ્રેસમાંથી પણ 4 નામ આવ્યા સામે
ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યાં આગામી 19 જૂને મતદાન થશે અને 23મીએ પરિણામ જાહેર થવાનું છે. Gopal Italia એ Visavadar બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતા પાર્ટીનો આભાર માન્યો છે. તેમણે પાર્ટીએ કરેલા સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો છે. Gopal Italia એ વિસાવદરની જનતાને પણ આ પેટાચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી છે. ગોપાલ ઈટાલિયાએ 5 મુદ્દા પર આ બેઠકની પેટાચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જેમાં વિસાવદરના રોડ-રસ્તાની બિસ્માર હાલત, સૌની યોજનાની નિષ્ફળતા, ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર, જમીન માપણીમાં ખેડૂતોને અન્યાય, માલધારીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ વગેરેનો સમાવેશ થાય છે.