ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પંચની એક બેઠકની બબાલ બાદ ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી. આખી આ ઘટનાની અંદર ચૈતર વસાવાના એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયાએ ત્યાં પહોંચે છે. પહેલા ગોપાલ ઈટાલિયાને ભરૂચ પોલીસ રોકે છે અને ત્યારબાદ નર્મદાની અંદર પણ એટલે કે કોર્ટની અંદર જતા પણ પોલીસે તેમને રોકે છે. Gopal Italia સતત બે વખત કહે છે કે હું Chaitar Vasava નો એડવોકેટ છું મારી પાસે વકીલાતનામું છે. હું કોર્ટની અંદર સબમિટ કરીશ ત્યારબાદ હું ચૈતર વસાવાનો કેસ લડીશ. જો કે હવે આખી આ ઘટનાની અંદર બંને વખતે પોલીસે રોકતાની સાથે જ ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો બનાવ્યો હતો.
આ પણ વાંચો – Mansukh Vasava: ચૈતર વસાવાની ધડપકડ મુદ્દે મોટો ખુલાસો