વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે જંગ-એ-એલાન છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ બંને એકબીજાની સામ સામે છે. ચૂંટણી પ્રચારની અંદર પણ બંને સામ સામે છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં પણ બંને એકબીજાની સામસામે છે. ભાજપ તરફથી કોઈ નિવેદન આપવામાં આવે તો સામે પક્ષે આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમનો વળતો જવાબ આપે છે. આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ ચૂંટણી પ્રચારની અંદર કોઈ નિવેદન આપે છે તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એનો જવાબ આપે છે.
જો કે આ તમામની વચ્ચે Gopal Italia એ એ ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જ્યારે સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે વિસાવદરની ચૂંટણી દરમિયાન 19 તારીખે જ્યારે મતદાન થવાનું છે. મતદાનના દિવસે તમને ગમે તેવા સમાચાર મળે કે ગોપાલ ઈટાલિયાનું અકસ્માત થયું છે. ગોપાલ ઈટાલિયાની ઉપર કોઈ હુમલો કર્યો છે. આવા કોઈપણ સમાચારો ઉપર ધ્યાન ન આપવું. તમારે તમારું બૂથ સંભાળીને બેસવાનું છે. કેમ કે Kirit Patel એ એવું કહ્યું છે કે જે જે બૂથના ઇન્ચાર્જો એ બૂથની અંદર લીડ લઈને આવે છે. એમને 10 દસ લાખ રૂપિયા આપવાના છે. શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા એ સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Visavadar: સરકારને આડેહાથ લીધી, લોકો પણ હસી પડ્યા