ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સતત એ વિસાવદરની જીત બાદ Gopal Italia ની જીતની ઉજવણી ગુજરાતના દરેક જિલ્લામાં થઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાના નામે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં એક એક રેલી કરવામાં આવી રહી છે. જો કે આ તમામની વચ્ચે Morbi ની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત Kanti Amrutiya નો વિરોધ ચાલી રહ્યો છે.
મોરબીની અંદર કાંતિ અમૃતિયાના વિરોધની અંદર એવી વાતો ચાલી રહી છે અને સોસાયટીઓમાં લોકોએ બહાર આવીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. મોરબીના રોડ રસ્તા સુધારો નહીં તો આવનારા સમયમાં વિસાવદર જેવી થશે. આખી આ ઘટનાને લઈને છેલ્લા બે ત્રણ દિવસથી ચર્ચા ચાલતી હતી કે શું ખરેખર મોરબીની અંદર કાંતિ અમૃતિયા લોકોના કામ નથી કરતા લોકોની વચ્ચે નથી રહેતા. જો કે ભૂતકાળમાં અનેક એક વખત કાંતિ અમૃતિયા લોકોની વચ્ચે અધિકારીઓને ખખડાવતા જોવા મળે છે.
આ પણ વાંચો – Umesh Makwana: ઈસુદાન ગઢવી CR પાટીલ પર બરાબરના વિફર્યા