Gopal Italia: ગોપાલ ઈટાલીયાએ જનસભાના સ્ટેજ પરથી પોતાની જાતને 6 પટ્ટા માર્યા, કારણ જાણીને ચોકી જશો

Gopal Italia: ગોપાલ ઈટાલીયાએ સુરતની એક સભામાં અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યાએ બદલ માફી માંગતા માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે ઈટાલીયાએ જનસભામાં સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અમરેલી પત્રીકાકાંડમાં એક યુવતીની ધરપકડ કરી જેલમાં તેમની સાથે ગેરવર્તણક કરી એને જોર જોરથી 6 પટ્ટા મારવામાં આવ્યા હતા.

અમરેલીની નિર્દોષ દીકરીને બેરહમીથી 6 પટ્ટા માર્યા હતા

સમગ્ર ઘટનાને લઈ ગોપાલ ઇટાલિયા (Gopal Italia) એ જનસભામાં જણાવ્યું હતું કે,પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે. પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી.ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી.અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા. ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરી હતી.

ગોપાલ ઈટાલીયા (Gopal Italia) એ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા

વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે. છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલીયા (Gopal Italia) દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી હતી.

 

Scroll to Top