Gopal Italia: સમાજના નેતા સામે ગોપાલ ઈટાળીયાએ બાયો ચઠાવી, જાણે શું કહ્યું………………..

Gopal Italia: વિછિયા તાલુકામાં થોડા દિલસ પહેલા થોરિયાળી ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી. આ ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી,ધોકા સહિતના હથયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલા બાદ ઘનશ્યામ રાજપરાને વીંછિયા પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થયું હતું.આ સમગ્ર ઘટનાને ગોપાલ ઈટાળીયા (Gopal Italia) એ ભાજપ પર આક્ષેપ કર્યા હતા.તેમણે સોશ્યલ મિડીયા પર લખ્યું ભાજપના ઈશારે પોલીસ કોળી સમાજના લોકો ઉપર જુલમ કરી રહી છે.

નિર્દોષ કોળી યુવાનોની ધરપકડ કરી

ગોપાલ ઈટાળીયા (Gopal Italia) એ વીંછીયાની ઘટનાને લઈ સોશ્યલ મિડીયા પર લખ્યું વિંછીયા પંથકમાં ભાજપના ઈશારે પોલીસ કોળી સમાજના લોકો ઉપર જુલમ કરી રહી છે.વિંછીયા પંથકના અનેક ગામડાઓમાં જઈને પોલીસ કેટલા બધા નિર્દોષ કોળી યુવાનોની ધરપકડ કરી છે.અત્યાર સુધીમાં ૬૦ કરતા વધુ નિર્દોષ યુવાનોની ધરપકડ કરીને જેલમાં બંધ કરવામાં આવ્યા છે.કુંવરજીભાઈ બાવળીયા સ્થાનિક ધારાસભ્ય સાથે સાથે કોળી સમાજના આગેવાન હોવા છતાં સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે.આ પોસ્ટમાં અમરેલીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં લખ્યું અમરેલીની ઘટનામાં પાટીદાર નેતાઓ મુંગા થઈ ગયા. સાથે સાથએ વિંછીયાની ઘટનામાં કોળી સમાજના નેતા પણ મુંગા બની ગયા છે.

સારા માણસને મત આપવાની પ્રતિજ્ઞા લેવી પડસે

સમાજના જગાડતા લખ્યું આપણે જેને પોતાનો માનીએ છીએ તે વ્યક્તિ સમાજનો નહીં પણ ભાજપનો હોય છે.ચૂંટણી દરમ્યાન જ્ઞાતિ આધારે મત માંગતા આવા નેતાઓને ઓળખી લઈને સારા માણસને મત આપવાની પ્રતિજ્ઞા લેવી પડશે. સમાજમાં આજે કેટલાઈ નેતા છે જે માત્ર ચૂંટણી આવે એટલે મત માંગવા આવી જાઈ છે.પરંતુ જ્યારે સમાજ માટે લડત લડવાની હોય અથવા કોઈ પણ વ્યક્તિને સમાજમાં જરૂરી હોય ત્યારે બની બેચેલા નેતા કામે આવતા નથી.

વીંછિયામાં તણાવ ગ્રસ્ત માહોલ

વીંછિયાના થોરિયાળી ગામે રહેતા ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદેસર બાંધકામ અંગેની અરજી બાદ કાઠી દરબારેના શખ્સોએ કોળી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. આ બનાવ પગલે સમગ્ર વિછિયા પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ આ મામલે વિછિયા બંધનું એલાન આપ્યું હતું. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હત્યાના બનાવ બાદ આક્રોસપૂર્ણ વિછિયામાં વેપારીઓએ બંધ પાળ્યું હતું.આ હત્યાના બનાવનો ભારે વિરોદ્ધ સાથે રોષ પૂર્વક રજૂઆત પણ કરી હતી.

Scroll to Top