આગામી 19 જૂનના રોજ Kadi અને Visavadar વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે Aam Aadmi Party એ વિસાવદર બેઠક પર Gopal Italia ને મેદાનમાં ઉતાર્યા છે. ગોપાલ ઇટાલિયાનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આર્શિવાદ યાત્રા યોજાઈ હતી. Aam Aadmi Party ની જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.
Visavadar માં રોડ શો યોજ્યા બાદ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરી વિસાવદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આજે ચર્ચાનો વિષય એ છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ ઉમેદવારીપત્ર સાથે પોતાના પર થયેલા કેસ અને સંપત્તિ સહિતની વિગતો જાહેર કરી છે.
ઈટાલીયા પર અલગ-અલગ કુલ 21 ફોજદારી કેસ થયા છે. તેમાંથી એકપણ ગુનામાં તેઓ ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી. ગોપાલ ઈટાલિયા પાસે એક પણ ફોરવ્હીલ કાર નથી માત્ર એક 30 હજારની કિંમતનું બાઈક છે. આ ઉપરાંત 7.53 લાખનું 70 ગ્રામ સોનુ, 37 હજારનો મોબાઈલ, 25 હજારનું કોમ્પ્યુટર, JINC લીગલ ભાગીદારી પેઢીમાં 25 હજારનું રોકાણ, પરિવારની 28 હજારની હેલ્થ પોલીસી, બેંક ખાતામાં 73,278 બીજા ખાતામાં 5 હજાર અને ચૂંટણી ખર્ચ માટેના ખાતામાં 11 હજાર તથા હાથ પર 4.27 લાખની રોકડ દર્શાવી છે. જ્યારે તેમના પત્નીના એકાઉન્ટમાં માત્ર 1,846 રૂપિયા દર્શાવ્યા છે.
આ ઉપરાંત ગોપાલ ઈટાલીયા પાસે જમીન કે મકાન નથી તેવું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. વ્યવસાયમાં પોતે વકીલાત અને લીગલ કન્સલ્ટીંગ હોવાનું દર્શાવ્યું છે. જ્યારે તેમના પત્ની ઘરકામ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષની વાર્ષિક આવક 4.39 લાખથી વધુમાં વધુ 5.88 લાખ સુધીની હોવાનું રિર્ટને ભરેલું છે. પોતાનું મતદાર યાદીમાં નામ ભાવનગર જિલ્લાના ગઢડા વિધાનસભામાં નોંધાયેલું છે.
આ પણ વાંચો – Visavadar: ગોપાલ ઈટાલિયા આક્રમક, કેજરીવાલનું મોટું નિવેદન
અત્યારે તો આપણે તેમની સંપત્તિ વિશે જાણ્યું, હવે જાણીયે કે તેમના પર કયા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. તો ગોપાલ ઈટાલિયા સામે ગાંધીનગર, સુરત, ઉમરાળા, ઉધના, મહિધરપુરા, કાપોદ્રા, મહેસાણા, ઓલપાળ, અમદાવાદના રાણીપ, ડીસીબી અમદાવાદ., આણંદમાં વિદ્યાનગર, બોટાદ, સુરત, ગાંધીનગર ઈન્ફોસિટી, ગાંધીનગર સેક્ટર-7, ગાંધીનગર માણસા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
આપને એ પણ જણાવી દઈએ કે ગોપાલ ઈટાલિયા પર બદનક્ષીના બે, ધાર્મિક લાગણીને દુબાવવાના બે કેસ, જાહેરનામાના આઠ, પેપર લીક કાંડના વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે ગેરકાયદેસર મંડળી રચી ટોળુ કરી એક સંપ થઈ ગુનો કર્યો હોવાનો કેસ, ચેપ્ટર કેસ, સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજમાં રૂકાવટ બનાવાનો કેસ, ધમકી આપવી, પરવાના વગર હથિયાર જેવું સાધન વાપરી તેનો વીડિયો બનાવી વાયરલ કરવાનો કેસ, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી, ગેરકાયદેસર પ્રવેશ ફરજ રૂકાવટ, ખોટી ઓળખાણ આપવી સહિતના ગુના દાખલ થયેલા છે.