Gopal Italia: ભાજપ નેતાનો સણસણતો જવાબ

Gopal Italia

જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા Gopal Italia MNREGA યોજના અને હેલ્થ ATM સંબંધિત ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠાવતાં રાજકારણ ગરમાયું છે. ઇટાલિયાએ સાવ જોશભર્યું વીડિયો પણ વાયરલ કર્યું, જેમાં પંચાયત તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયો પ્રકાશિત થયા બાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ તીવ્ર પ્રતિસાદ આપતાં તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “Gopal Italia જૂનાગઢની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવા ખોટા આરોપોથી માત્ર રાજકીય રોટલી શેકવાનો પ્રયાસ છે.”

આ પણ વાંચો – Visavadar: માલધારી આગેવાનનો વીડિયો વાયરલ

મુકેશ કણસાગરાએ વધુમાં કહ્યું કે મનરેગા અને હેલ્થ એટીએમ પ્રોજેક્ટોની કામગીરી સંપૂર્ણપણે નિયમીત અને પારદર્શક છે અને તમામ કાર્યોનું રેકોર્ડ સરકારી દરજ્જે ઉપલબ્ધ છે. આ પૂર્વે ગોપાલ ઇટાલિયાએ તાલુકા સ્તરના ગામોમાં હેલ્થ એટીએમના ઉપયોગ અને મનરેગાની કામગીરીમાં ખામીઓ જણાવી હતી, અને આમ જ દર્શાવતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં મુક્યો હતો, જેને પગલે જિલ્લામાં ચર્ચાનો માહોલ જામ્યો છે.

Scroll to Top