Gopal Italia :- વિસાવદરમાં બેલા વિવાદમાં મોટા સમાચાર, બબાલ બાદ પણ વિવાદ યથાવત

Gopal Italia – વિસાવદરના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બેલાના વિવાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. AAP ના અલ્ટીમેટમ બાદ મામલો મેદાને આવ્યો છે.વિશળ હડમતીયા ગામે પોલીસના ધાડે ધાડા ઊતર્યા છે. તલાટી અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. AAP નેતાઓ પણ વિશળ હડમતીયા ગામે પહોંચ્યા હતા. 2 કલાકની બબાલ બાદ બેલા હજુ પણ યથાવત છે. કોર્ટ મેટર હોવાને કારણે મામલો હજુ એમના એમ છે.
આગામી 6 ઓગસ્ટના રોજ કોર્ટમાં સુનાવણી થશે. આગામી 6 ઓગસ્ટ નિર્ણય આવશે કે બેલા હટશે કે રહેશે.

ગામના સરપંચે AAP પાર્ટી સામે મોટા આરોપ લગાવ્યા છે. સરપંચે જણાવ્યું હતું કે, બંને પરિવાર શાંતિ પૂર્ણ માહોલમાં રહેતા હતા. બહારના લોકોએ આ મામલાને વધુ વિવાદિત બનાવ્યો છે. આગામી 10 દિવસમાં વિવાદ પૂરો થવાનો હતો.

Scroll to Top