Gondal માં ગુંડારાજ જેવી સ્થિતિ ! પાટીદાર દીકરાને માર મારતા પોલીસને Raju Sakhiya નો ખુલ્લો પડકાર

Gondal  : ગુજરાતમાં પોલીસ એક્શનમાં આવી છે, ત્યાં બીજી તરફ ગુંડાઓ અને લુખ્ખાઓ જાહેરમાં દાદાગીરી કરતા સમાચારો સામે આવી રહ્યા છે. અને ગોંડલ તો હંમેશાથી પોતાના ગુંડારાજ માટે ચર્ચામાં રહ્યું છે. ગોંડલમાં હજુ રાજકુમાર જાટનો કેસ શાંત પડ્યો નથી ત્યાં બીજી તરફ વધુ એક ગુંડાગીરીનો કેસ સામે આવ્યો છે. જેમાં ગોંડલમાં જાહેરમાં એક સગીર યુવક પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અને એ યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. પાટીદાર સગીરને માર મરાતા પાટીદાર આગેવાનોએ ગોંડલ બંધનું એલાન આપ્યું છે. ગોંડલના ગુંડારાજ સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

Scroll to Top