Hamukh Patel: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે (Hamukh Patel) જણાવ્યું છે કે, આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક કરાયો છે. જેમાં હવેથી GPSCની તમામ ભરતીઓ માટે એક જ ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ કરતાં ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં રાહત થશે.
ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક કરાયો
રાજ્યમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ-અલગ હતો. જેને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા ઉમેદવારોને પરીક્ષામાં વધુ સરળતા રહે તે માટે GPSCની તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ એક જ સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી મળી રહેશે.
હસમુખ પટેલે તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર
gpscના ચેરમેન હસમુખ પટેલે (Hamukh Patel) જણાવ્યું કે આયોગ દ્વારા GPSCની ભરતીની પ્રાથમિક પરીક્ષાના અભ્યાક્રમમાં સામાન્ય ફેરફારો કરીને પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. જેથી GPSCની તમામ ભરતીની પરીક્ષીઓ આપતા ઉમેદવારોને અલગ અલગ અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર કરવાની થશે નહીં.હવે એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવાર અગાઉથા તૈયાર કરી શકે અને એક પરીક્ષાની તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય.પ્રાથમિક પરીક્ષાના ‘સામાન્ય અભ્યાસ’માં હવે ઈતિહાસ અને સંસ્કૃતિ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતર રાષ્ટ્રીય સબંધો, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાન્ય જ્ઞાન – પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓનો સમાવેશ કરાયો છે.