Monsoon | ખેડૂતો માટે સારા સમાચાર : હવામાન વિભાગની આગાહી આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેશે.

good-news-for-farmers-meteorological-department-predicts-that-monsoon-will-be-better-than-normal-this-year

IMD News: સખત ગરમી અને તાપ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગે(Meteorological department of India) આવનારા ચોમાસા માટે પહેલી આગાહી કરી છે. આગાહી અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેવાની શક્યતા છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ રેહશે. આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા 105 ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું છે કે આ વર્ષે ચોમાસા(Monsoon) દરમિયાન અલ-નીનોની અસર નહિ થાય.જે સારા વરસાદના સંકેત છે.

હવામાન વિભાગ(IMD)ના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ મંગળવારે પ્રેસ કોન્ફરંસ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ 2025માં ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. અને વરસાદની ગણતરી કરતા આ વખતે ચોમાસા દરમિયાન સરેરાશ વર્ષા 105 ટકા જેટલો એટલે કે 87 સેમીથી વધુ રહેવાની સંભાવના છે. જ્યારે સ્કાયમેટે 103 ટકા વરસાદ રહેવાની શક્યતા દર્શાવી આ સમાચાર ભારતનાં કૃષિ ક્ષેત્ર તેમજ અર્થતંત્ર માટે સૌથી સારા સાબિત થઇ શકે છે. કારણ કે ભારતની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન મહત્વનું છે. દેશમાં આજે પણ કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી સર્જન કરતુ ક્ષેત્ર ગણવામાં આવે છે. દેશની 45 ટકાથી વધુ વસ્તી કૃષિ આધારિત વ્યવસાય સાથે જોડાયેલી છે. તેથી જ આ આગાહી ખેડૂતો અને કૃષિ સલગ્ન વ્યસાયો માટે શુભ સંકેત છે.

દેશમાં સામાન્ય રીતે 1 જૂન આસપાસથી કેરળ(Kerala)માં ચોમાસાનો પ્રવેશ અને વર્ષાનો પ્રારંભ થાય છે. તે પછી ચોમાસું આગળ વધતા દેશભરમાં પ્રસરી જાય છે ત્યાર પછી સપ્ટેમ્બરના મધ્યથી ચોમાસુ પાછું ફરે છે. આ સિવાય મહાપાત્રાએ જણાવ્યું કે દેશના કેટલાક ભાગોમાં ગરમીનો પ્રકોપ વધશે. અને એપ્રિલથી જૂન વચ્ચે કેટલાક રાજ્યોમાં લૂ લાગવાની સંભાવના રહેલી છે. તે દરમિયાન કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પણ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે. અને પીવાના પાણીની પણ સમસ્યા જુન સુધી વર્તાય શકે છે. કાશ્મીર,લદ્દાખ,તમિલનાડુ,બિહાર તેમજ પૂર્વોત્તરના રાજ્યોમાં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય પ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર,ઓડિશા,છત્તીસગઢ,ઉત્તર પ્રદેશ,બંગાળ વગેરેમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે. દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે. આ સાથે જ એપ્રીલથી જૂન સુધી વધુ કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

 


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top