Gondal: ગણેશ ગોંડલે કેમ અચાનક આપ્યું રાજીનામું?

Gondal

Gondal માં થોડા દિવસો પહેલા જ Ganesh Gondal એ જેલમાંથી ચૂંટણી લડી અને Gondal ની નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેન પદે ચૂંટાયા હતા. હવે અચાનક તેમને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સાથે સાથે જ આ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેન પદેથી જે નેતાઓ હતા એ તમામે અત્યારે જ્યારે અશોક પીપળિયાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા એક બેઠક મળી હતી. આ બેઠક બાદ એક નિર્ણય લેવામાં આવ્યો.

અત્યારે ગોંડલની આ નાગરિક સહકારી બેંકના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. માત્ર છ મહિના પહેલા જ જેલમાંથી ચૂંટણી લડી અને ગોંડલના રાજકારણની અંદર પહેલી વખત વિધિવત રીતે મેદાને ઉતરેલા ગણેશ ગોંડલે અચાનક છ મહિનાના કાર્યકાળની અંદર રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો – Chaitar Vasava: પોલીસની કામગીરી સામે વકીલો પણ ઉતર્યા મેદાને!

હવે નવા નિમાયેલા ચેરમેન અને વાઈસ ચેરમેનની જો વાત કરવામાં આવે તો કિશોર કાલરિયાને ચેરમેન પદ સંભાળવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. તો વાઈસ ચેરમેન પદે હોમદેવસિંહને આ પદની જવાબદારી જે ગણેશ ગોંડેલ અત્યાર સુધી નિભાવી રહ્યા હતા એ પદની જવાબદારી સોપવામાં આવી છે. ડિરેક્ટરોની આ મીટિંગની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે જૂનાગઢનો રાજુ સોલંકી કેસ બન્યો હતો અને કેસની અંદર ગણેશ ગોંડલ એ જૂનાગઢ જેલની અંદર બંધ હતા. જેલમાં બેઠા બેઠા જ્યારે આ ગોંડલમાં ચૂંટણી થઈ હતી અને ચૂંટણીની અંદર સામે પક્ષે પણ એટલા જ સભ્યો મેદાને ઉતર્યા હતા. કોંગ્રેસની પેનલ પણ હતી અને તેમની સામે તેમનો ભવ્ય વિજય થયો હતો. વિજય બાદ માત્ર છ મહિનાના કાર્યકાળની અંદર જ્યારે અત્યારે રાજીનામું આપ્યું.

Scroll to Top