Gondal : નિખિલ દોંગા કોણ ? પાટીદાર સમાજ માટે મસીહા અને અન્ય માટે…?

Gujarat :ગુજરાતના ગોંડલ (Gondal) માં ચૂંટણી વગર માહોલ અચાનક ગરમાઈ ચુક્યો છે. ગરમાયેલા આ માહોલમાં અચાનક જ એક એવા નામની ચર્ચાઓ જોર પકડ્યું કે જેનું નામ ગોંડલ (Gondal) માં છેલ્લા કેટલાક સમયથી કોઈ લેતું ના હતું. અચાનક આ નામની ચર્ચાઓથી કેટલાક લોકોમાં તો ભયનો પણ માહોલ છે. પરંતુ અચાનક નિખિલ દોંગા (Nikhil Donga) ની ચર્ચાથી ગોંડલ (Gondal) ના રાજકારણથી લઈને સમાજકારણ સુધી અનેક ચર્ચો વેગવંતી બની છે. નિખિલ દોંગાની કેટલીક અજાણી વાતો તમે પણ નહિ જાણતા હોય.

ગોંડલ (Gondal) માં જઈને કોઈને પૂછીએ કે નિખિલ દોંગા કોણ છે તો કોઈ કહે પાટીદાર સમાજ માટે મસીહા છે તો કોઈ ભાગ્યે જ કહે કે તે ડોન છે. તો પછી ખરા અર્થમાં નિખિલ એક માફિયા કે પછી લોકોની મદદ માટે આવનારો મસીહા છે. છેલ્લા 10 થી 15 દિવસના સમય દરમિયાન અચાનક સોંરાષ્ટ્ર્ના પાટીદાર યુવકો અને સોશિયલ મીડિયામાં અચાનક નિખિલ દોંગાનાં નામની ચર્ચાઓ ખુબ ચાલી રહી છે. નિખિલ દોંગા નો ગુનાહિત ઇતિહાસ છે પણ ગોંડલ (Gondal) ની જનતા અને ત્યાંના રાજકારણમાં તેનું અલગ જ પ્રભુત્વ છે. અને એટલા માટે જ છેલ્લા કેટલાક દિવસોથી નિખિલ દોંગા 2027માં ગોંડલ આવે છે આવા સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થાય છે. પરંતુ આવી ચર્ચા ગોંડલમાં કેમ ? 2027ની ચૂંટણીમાં તો હજુ 2 વર્ષ જેટલો સમય છતાં અત્યારથી આ ચર્ચાઓ અચાનક વેગ કેમ મળ્યો તેની ચર્ચા અત્યારે ખુબ ચાલી રહી છે.

ગોંડલની રાજનીતિક સફર
ગોંડલ (Gondal) ની ચૂંટણીમાં ગોંડલ વિધાનસભામાં ભૂતકાળમાં પાટીદાર ચહેરાઓ મૂકવામાં આવ્યા પરંતુ મોટી સફળતા મળી નથી. 1995માં મહિપતસિંહ જાડેજા (Mahipatsinh Jadeja) ત્યારબાદ જયરાજસિંહ જાડેજા  (Jayrajsinh Jadeja) અને 2007માં વચ્ચે પાટીદાર સમાજના એક ધારાસભ્ય જીતીને આવ્યા હતા. ત્યાર બાદ ફરી વખત જયરાજસિંહ જાડેજા અને ત્યારબાદથી તેમના પત્ની ગીતાબા જાડેજાએ ગોંડલથી ચૂંટણી જીતીને આવ્યા છે. ગોંડલમાં મહિપતસિંહ જાડેજા સામે જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા અને પ્રયોગ સફળ રહ્યો. જેમાં બાહુબલી નેતા સામે બાહુબલી નેતા અને હવે અત્યારે પણ પાટીદાર સમાજ ના યુવાનો એવું જ વિચારી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા સામે નિખિલ ડોંગાને ઉતારો પરંતુ આ નિખિલ ડોંગા છે કોણ તેની વિશે આજે વાત કરવી છે

નિખિલ દોંગા કોણ ?

નિખિલનો જન્મ 12-12-1985
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં જન્મ થયો
મૂળ વતન ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી
નિખિલના માતાનું નામ મધુબેન દોંગા
નિખિલના પિતાનું નામ રમેશભાઈ દોંગા
નિખિલ દોંગાનો પરિવારનો ખેતી કરે છે
નિખિલ દોંગાએ ધોરણ 1થી 7 ગોંડલની તન્ના સ્કૂલ
ધોરણ 8માં નિખિલ ગોંડલની માધવ સ્કૂલમાં અભ્યાસ કર્યો
ધોરણ 8 બાદ નિખિલે અભ્યાસ મૂકીને હીરા ઘસવાનું શરુ કર્યું
હીરા ઉધોગમાં એક પોતાનું કારખાનું શરુ કર્યું
2008માં જસદણ હીરા ઉધોગ વેપારી મર્ડર કેસ
2013માં વનરાજ ધાંધલ હત્યા કેસ
2018 બાદ યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટની શરૂઆત
2013થી 2023 સુધી જેલવાસ
2024માં શરતી જામીન સાથે જેલ બહાર
સૌરાષ્ટ્રમાં પ્રવેશબંધી સાથે જામીન
નિખિલ દોંગા હાલ સુરતમાં રહી રહ્યા છે

કોણ છે ગોંડલનો ચર્ચિત પાટીદાર સમાજનો યુવક નિખિલ દોંગા
ગોંડલ (Gondal) ના રાજકારણમાં કેમ આટલી ચર્ચા તેની છે. યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ જે ચલાવે છે એ શું છે. દોંગા સામે કેટલા કેસો ભૂતકાળમાં થયા છે. કયા કયા કેસો મોટા છે. કઈ કઈ જગ્યા જેલમાં તેઓ રહ્યા છે. વાત એ પણ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સાથે એનું કનેક્શન શું. કેમ તેને એના માણસ તરીકે ઘણા લોકો ઓળખે છે તેને બોલાવે છે. નિખિલ ધોંગા એક એવી શખસિયત કે જે 2008 થી ક્રાઈમની દુનિયામાં છે અલગ અલગ ક્રાઈમ કેસમાં તેનું નામ આવતું હતું. અને વર્ષો સુધી તેણે જેલવાસ પણ ભોગવ્યો છે. આજે તેઓ જામીન પર બહાર છે પરંતુ સૌરાષ્ટ્રમાં ન આવવાની શરતે સુરતમાં રહે છે. નિખિલ દોંગાનો જન્મ રાજકોટની પદ્મકુવરબા સરકારી હોસ્પિટલમાં તારીખ 12/1/1985 ના રોજ થયો હતો. નિખિલના માતાનું નામ મધુબેન (Madhuben) પિતાનું નામ રમેશભાઈ (Rameshbhai) છે. બાપદાદાનો ધંધો ખેતીનો હતો ગોંડલ (Gondal) ના પોતે મૂળ વતની હતા. નિખિલે ગોંડલ માંથી શરૂ કરેલો પ્રવાસ ધીરે ધીરે સમગ્ર ગુજરાત પહોંચ્યો. સમગ્ર ગુજરાત અને ત્યારબાદ ગુજરાતની બહાર સુધી પણ પહોંચ્યો. નિખિલ દોંગાને અલગ અલગ રીતે લોકો તેને ઓળખવા લાગ્યા. નિખિલ ડોંગાએ પોતાનો શરૂઆતી અભ્યાસ ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ ગોંડલમાં જ કર્યો. ત્યારબાદ તેમણે ભણવાનું મૂકી દીધું હતું હીરાના કારખાનામાં લાગ્યા હીરા કારીગર તરીકે કામ કર્યું. થોડા વર્ષો કામ કર્યા બાદ તેમનું જીવન બદલાયું. શરૂઆતમાં તો સામાન્ય ચાલતું હતું પોતે ભણવામાં એટલો બધો રસ હતો નહીં એટલે કે ઓછું ભણ્યા એજ કારણોસર અને ત્યારબાદ કામ ધંધે લાગી ગયા પરંતુ એ હીરાનો કારીગર આટલો મોટો ગેંગસ્ટર બનશે આટલા લોકો વચ્ચે વર્ચસ્વ ધરાવશે આટલા એક જનસમૂહને તે તેનું પ્રતિનિધિત્વ કરશે એ કોઈને પણ ખબર નહોતી. હીરાના કારખાનામાં તેમણે કામ કર્યું ત્યારબાદ પોતે એક પાર્ટનરશિપમાં ધંધો પણ શરૂ કર્યો. પરંતુ 2008 થી ઘણું ખરું બદલાઈ ગયું હતું. કેશોદના એક હીરા વેપારી સાથે ધંધાની બાબતમાં અન્ય કારણોસર તે સમયે જે સમાચાર સામે આવે છે કે બબાલ થાય છે અને કેશોદના એક હીરા વેપારીની હત્યા કેસમાં તેનું નામ સામે આવે છે. જૂનાગઢ જેલમાં તેમને બંધ કરવામાં આવે છે. જયારે નિખિલ દોંગા જૂનાગઢ જેલમાં બંધ હતા ત્યારે તેની મુલાકાત અનિરુદ્ધસિંહ જાડેજા સાથે થઇ હતી. એ અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja) કે જેમણે ચાલુ ધારાસભ્યની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેમના પિતાજી મહિપતસિંહ જાડેજા ધારાસભ્ય બે ટર્મ સુધી ચૂટાયા હતા. ગોંડલના લોકો કહે છે કે જેલમાં થયેલી એ મુલાકાત કે જેના કારણે આજે પણ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. નિખિલ દોંગા પોતે ક્રાઈમની દુનિયામાં પ્રવેશી ચૂક્યા હતા. નિખિલ ડોંગા સામે હત્યાનો આરોપ હતો અને ત્યારબાદ વધુ એક કેસ સામે આવે છે. અને એ કેસ હતો વનરાજ ધાંધલ હત્યા કેસ. પોતે ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા પીઠડિયા ટોલ નાકા પાસે તેના ઘરમાં તેની હત્યા કરવામાં આવે છે. ત્યારબાદ લાશ ગોંડલ ફેંકવામાં આવે છે. 2013 નો આ કેસ ખૂબ મોટો બને છે અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચે છે. કાઠી સમાજના લોકો ન્યાયની માગ કરે છે અને નિખિલ ડોંગાને ગોંડલની જેલમાં નાખી દેવામાં આવે છે. નિખિલ ડોંગા પર આરોપ હતો કે તે આ હત્યા કેસમાં સામેલ છે. 2020 સુધી નિખિલ ડોંગા એ આ હત્યા કેસમાં જેલમાં રહે છે વાત એ છે કે નિખિલ ધોંગા 2020 સુધી ગોંડલ જેલમાં હતા તે દરમિયાન પણ અલગ અલગ સવાલો તેમના પર થતા રહ્યા અને ત્યારબાદ પણ પેરોલ પર બહાર આવી પેરોલ જમ્પ કરી અલગ અલગ ક્રાઈમ કરવા તેની જે આખી નિખિલ ડોંગા ગેંગ હતી એ 100 થી વધુ તો તેના પર ગુના હતા. જ્યારે તેઓ ગોંડલ જેલમાં હતા ત્યારે ભજીયા પાર્ટીના એક સમાચાર સામે આવે છે અને ગોંડલ જેલમાં તેનું રાજ છે ગોંડલ જેલમાં તે કહે તેમ થાય છે તે માનીને તેને ત્યાંથી ઉપાડવામાં આવે છે અને ત્યાંથી તેને સાબરમતી જેલ મૂકવામાં આવે છે. સાબરમતી જેલમાં હતા આ દરમિયાન તેમના પર ગુજસીટોકનો આરોપ લાગે છે અને તેમને ભૂજ જેલમાં શિફ્ટ કરવામાં આવે છે. ભુજની જેલમાં નિખિલ દોંગા બંધ હતો ત્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને તે ત્યાંથી ભાગી જાય છે. ત્યારબાદ નિખિલ દોંગા નૈનીતાલથી પકડાય છે અને ભુજ પલારા જેલમાં લાવવામાં આવે છે. અને ત્યા થોડા સમય બાદ નિખિલ દોંગાને ફરી સાબરમતી જેલમાં લાવવામાં આવે છે અને ત્યાર બાદ તેને જામીન મળે છે. જામીન પણ શરતી હતા કે નિખિલે સોંરાષ્ટ્રમા પ્રવેશ કરવો નહિ. નિખિલ દોંગા જયારે જેલમાં હતા ત્યારે તેમના મિત્રો દ્વારા યુદ્ધ એજ કલ્યાણ નામનું ગ્રુપ 2018 માં શરૂ કરવામાં આવ્યું અને 2018 થી તે અલગ અલગ લોકો માટે કામ કરતું રહ્યું છે. એ પછી વિદ્યાર્થીઓની ફી ભરવાની હોય, બ્લડ ડોનેશન કેમ કરવાના હોય, અંગદાન કેમ્પ હોય કે પછી મધ્યમ વર્ગના લોકોની મદદ કરવાની હોય. આ તમામ બાબતે તેઓ કામ કરતા રહ્યા છે.

ગોંડલમાં અચાનક નિખિલ દોંગાની ચર્ચા કેમ ?

રાજકુમાર જાટના મૃત્યુ કેસ બાદ ચર્ચાઓ શરૂ થઈ
પાટીદાર યુવક પર હુમક બાદ ચર્ચા વધુ તેજ બની
ક્ષત્રિય અને પાટીદારોની બેઠકમાં એક નિવેદન ખુબ ચર્ચાયું
અલ્પેશ ઢોલરિયાના ગણેશ પ્રત્યે આપેલા નિવેદન બાદ જુવાળ ફાટ્યું
પાટીદાર યુવાનોએ ગોંડલમાં નિખિલ લડશે તેવા ફોટો વાયરલ કર્યા
ખભે બેસાડવા ના ઢોલરિયાના નિવેદન બાદ નિખિલની ચર્ચાઓ
સૌથી પહેલા બન્ની ગજેરાએ દોંગાનાં નામ સાથે ફોટો વાયરલ કર્યા હતા

ગોંડલની 2027ની ચૂંટણી માટે નિખિલ દોંગા કેમ
ગોંડલ (Gondal) માં આજની તારીખે પણ જો જયરાજસિંહ જાડેજાના પરિવારને ટક્કર આપી શકે તો પાટીદાર આગેવાન અને પોતે સામે પણ એવો જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો નિખિલ ડોંગાને યાદ કરવામાં આવે છે. નિખિલ ડોંગાએ આજ સુધી એક પણ નિવેદન નથી આપ્યું એવું કે પોતે ચૂંટણી લડવા ઈચ્છે છે. જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે વિવાદમાં નાખવામાં આવતા હોય કે પોતે જ સામેથી વિવાદમાં પડતા હોય સમજાતું નથી કારણ કે સંજય સોલંકીને માર મારવાનો કેસ હોય કે પછી રાજકુમાર જાટ (Rajkumar Jat) મૃત્યુ કેસ હોય તેમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ (Ganesh Gondal) તેના પરિવાર પર શંકા થતી રહી છે. અને આજ કારણોસર ત્યાના લોકો પણ કહે કે હવે શું ગોંડલની આ પ્રકારની સ્થિતિ સર્જાની છે કે હવે કોણ હવે કયો નેતા ગોંડલને સંભાળી શકે. નિખિલ દોંગા ભાવી ધારાસભ્ય નિખિલ દોંગાને ગોંડલની 2027 ની ચૂંટણી લડવી જોઈએ તે છેલ્લા ઘણા સમયથી ફરી રહ્યું છે. પાટીદાર સગીરને માર મારવાનો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ તેમાં સમાધાન થયું છે. પણ નિખિલ ડોંગાની ચર્ચા આજની તારીખ સુધી થઈ રહી છે. આ નિખિલ ડોંગાની ક્રાઈમ હિસ્ટ્રી હતી પોતે ગોંડલના જ છે અને ગોંડલમાં જ આજે તેની ચર્ચા થઈ રહી છે. અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholariya) જેવા પાટીદાર આગેવાનો પણ કહે છે કે હજુ 30 વર્ષ સુધી જયરાજસિંહ જાડેજાના પરિવારનો દબદબો રહેશે. ગોંડલથી ગણેશને અમે ખભે બેસાડીને ધારાસભ્ય બનાવીશું ત્યારબાદ વિરોધ થયો અને નિખિલ દોંગા જેવા વ્યક્તિને લાવવાની વાતો પણ ચાલી પણ વાત એ છે. હવે જયરાજસિંહ પણ સામે એવા દિગ્ગજ છે નિખિલ ડોંગા પણ હાલ મોટું નામ કમાઈ ચૂક્યા છે જોઈએ શું થાય છે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં…

Scroll to Top