Gondal : ગોંડલમાં જયરાજસિંહના બંગલે મારામારી બાદ જાટ યુવક રાજકુમારના મોત બાદ મૃતક યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. અગાઉ કેસની તપાસ સીબીઆઈ કરે તેવી પણ માંગ કરી છે. મૃતક યુવકને ન્યાય મળે તે માટે મંગળવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ યોજાઈ હતી. આ રેલીમાં પણ રાજકુમાર જાટને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારબાદ આજે જાટ યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
આમ હવે, ગોંડલના રાજકુમાર જાટનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, મૃતક રાજકુમાર જાટના બે બે પોસ્ટમોર્ટમ થયા અને બંનેમાં વિગતો અલગ છે. આરોપ એવો પણ લગાડવામાં આવી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજાને બચાવવા માટે પોલીસ અને ડોક્ટર્સ કામ કરી રહ્યા છે. હવે આ મામલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ થઈ ગઈ છે.
મામલો શું છે ?
Gondal માં રહેતા રતનલાલ જાટ અને તેમના પુત્ર રાજકુમાર જાટ વચ્ચે કંઈક બાબતને લઈને બોલાચાલી થાય છે અને આ જ વખતે તેઓ જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને તેમના સલામતી રક્ષકો આ પિતા પુત્રને ઘરમાં બોલાવે છે. પિતા રતનલાલનો આરોપ એવો છે કે જ્યાં તેમના પુત્રને માર મારવામાં આવ્યો અને એના પછીની રાતે એમનો પુત્ર પુત્ર ગાયબ થઈ ગયો અને પછી એમના પુત્ર રાજકુમાર જાટની હાઈવે ઉપરથી મૃતદેહ મળે છે. પોલીસનો દાવો એવો છે કે રાજકુમાર જાટનું બસ સાથે અથડાવવાથી કારણે મૃત્યુ નીપજ્યું છે. રાજકોટ પોલીસનો દાવો એવો છે આ માત્ર અકસ્માત છે આખા મામલામાં જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલની કોઈ ભૂમિકા નથી. પણ રતનલાલ જાટ અને રાજસ્થાનમાં રહેલો જાટ સમુદાય આ વાત સાથે સંમત નથી.
જયપુરની અંદર ધરણા અને રેલી પ્રદર્શન પણ થયા પણ હવે રાજકુમાર જાટના પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. રાજકુમાર જાટના પરિવારના વકીલ દિનેશ પાતારે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પીટીશનમાં એવો આરોપ લગાડ્યો છે કે આખા મામલામાં જયરાજસિંહ જાડેજાનું નામ આવતું હોવાને કારણે પોલીસ અને ડોક્ટરો લીપાપોતી કરી રહ્યા છે. મૃતક રાજકુમાર જાટના બે પોસ્ટમોર્ટમ થયા જેમાં પહેલા પોસ્ટમોર્ટમમાં 17 ઈજાઓ હોવાનો દાવો ડોક્ટરોએ કર્યું હતું અને જ્યારે બીજું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું તેમાં 42 ઈજા હોવાનો દાવો ડોક્ટરોએ કર્યો હતો. રાજકુમાર જાટ ઉપર ઘણા પ્રકારની ઈજા હતી પાંસળીમાં ફ્રેક્ચર હતું જડબામાં વાગેલું હતું હાથ પગમાં ગંભીર ઈજા હતી. પણ ડોક્ટરે પોતાના રિપોર્ટમાં એવું કહ્યું છે કે આ ઘા છે એ તાજા ઘા નથી આમ જૂના ઘા હોવાનો દાવો ડોક્ટરે કર્યો પીટીશનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર ધવલ ગોસાઈ ઉપર દબાણ હોવાને કારણે તેઓ આ પ્રકારનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપી રહ્યા છે.
બીજો એવો પણ દાવો કરવામાં આવ્યો કે પોલીસના દાવા પ્રમાણે જે લક્ઝરી બસ સાથે રાજકુમાર અથડાયો, પણ આ બસના માલિક અને આ બસના ડ્રાઇવર જે જયરાજસિંહ જાડેજાના સંબંધી થતા હોવાનો આરોપ પણ પીટીશનમાં કરવામાં આવ્યો છે. આમ હવે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને નોટિસ કાઢશે અને પછી તપાસ આગળ ચાલશે. હાઈકોર્ટ ગુજરાત પોલીસના દાવાઓ ઉપર ભરોસો કરે છે કે પછી રાજકુમાર જાટનું સંદિગ્ધ હાલતમાં જે મોત થયું છે. તે મામલે બીજી કોઈ એજન્સીને તપાસ આપે છે કે નહીં. તે જોવું રહ્યું, જો કે, પરિવારનો આરોપ એવો જ છે કે રાજકુમાર જાટનું અકસ્માતમાં નહીં એનું એની હત્યા કરી દેવામાં આવી છે.