Gondal Controversy: છેલ્લા કેટલાક દિવસથી ગોંડલ ને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી. પાટીદાર સમાજના આગેવાનો એ સુરત હોય અમદાવાદ હોય કે ગોંડલ આવીને તમામ એ વારાફરતી ગોંડલને લઈને નિવેદન આપી રહ્યા હતા. જો કે ગણેશ ગોંડલ દ્વારા સુલ્તાનપુરની એક સભાની અંદર આ તમામને પડકાર ફેંક્યો હતો અને બાદ અલ્પેશ કથીરિયા એ આજે ગોંડલ આવી રહ્યા છે.
સૌથી પહેલા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) આશાપુરી ચોક ખાતે આવેલામાં આશાપુરીના મંદિરે દર્શન કરશે જો કે અહીંયા જ એક કેમ્પ લગાવવામાં આવ્યો છે અને અહીંયા તમામે લોકોને અહીંયા એક બેનર પણ લગાવવામાં આવ્યું છે અને બેનરની સાથે સાથે પોલીસનો મોટો કાફલો પણ અહિયાં ખડકી દેવામાં આવ્યો છે. ગોંડલની જનતાનો જન આક્રોષ ભગવતભૂમિ ગોંડલને લાંછણ લગાડતા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે ગોંડલના જન જનનો જન આક્રોશ આ પ્રકારનું એક બેનર લગાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ છે અને બીજી તરફ અહીંયાં બતાવું અહીંયા તમામે લોકો ઉપસ્થિત છે અને આ તમામ લોકો અહીંયાં વહેલી સવારથીને જ આવી પહોંચ્યા છે.
ગણેશ ગોંડલ (Ganesh Gondal) ના સમર્થકો આ તમામ લોકો છે. નજીકથી એ તમામ દ્રશ્યો બતાવીશું મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો છે ત્યાં ઉપસ્થિત એ તમામ લોકો અત્યારે આજે વહેલી સવારથીને જ અહીયાં પહોંચી ચૂક્યા છે. કેમ કે અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ આજે અહીયા આવવાના છે તે પ્રકારની માહિતી પણ પોલીસ પાસે પહોંચી ચૂકી છે જેને લઈને હાલ તો એ તમામ લોકો અહીયા ઉપસ્થિત રહી ચૂક્યા છે.