રાજકોટનું Gondal એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સતત એ ચર્ચાના કેન્દ્રની વચ્ચે Rajkot Police એ વિવાદમાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ વિવાદમાં સૌથી પહેલા રાજકોટના ગોંડલની અંદર બનેલી રાજકુમાર જાટના કેસની અંદર આવી. ત્યારબાદ પાટીદાર સમાજના યુવક અને ક્ષત્રિય સમાજના યુવકની આખી એ જે ઘટના બની હતી, એમાં પણ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ તપાસ અને વિવાદમાં આવી. ત્યારબાદ રાજકોટ પોલીસની ટીમ એ વિવાદમાં આવી અમિત ખૂંટના કેસની અંદર કેમ કે અમિત ખૂંટના એ કેસની અંદર એક મહિનો થવા આવ્યો. છતાં હજુ આ કેસમાં બે આરોપીઓ એ ફરાર છે .અને જે મિસ્ટર એક્સ કે જેનું નામ ખોલ્યું હતું તે પણ ફરાર છે.
આ પણ વાંચો – Gondal: એલાન-એ-જંગ! ગ્રામ્ય પોલીસ સામે મહાસંમેલન
જો કે આ તમામની વચ્ચે રાજકોટની અંદર ચર્ચિત એ Banni Gajera નો કેસ પણ બન્યો. જેમાં એડવોકેટ Dinesh Patar અને આખી ઘટનાની અંદર પાટીદાર સમાજનો યુવક Piyush Radadiya ની પોલીસે અટકાયત કરી હતી. જેમાં દિનેશ પાતરને તત્કાલે સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આખી એ ઘટનામાં દિનેશ પાતરના એવા આક્ષેપ હતા કે અમને કેમિકલ પીવડાવવામાં આવ્યું છે. જો કે હવે આ મામલે અનુસૂચિત જાતિના આગેવાનો હવે લડી લેવાના મૂડમાં છે. ગોંડલની અંદર આગામી સમયની અંદર એક લાખ કરતાં પણ વધુ લોકો એકત્રિત થઈ એડવોકેટ દિનેશ પાતરના સમર્થનની અંદર લડાઈ લડવાના છે. અને આ લડાઈ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસવડા SP Himkar Singh ને એક અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.