Gondal Police: દિનેશ પાતર અને પિયુષ રાદડિયા પર થર્ડ ડિગ્રી?

Gondal Police

Gondal Police: રાજ્યમાં હવે Gondal મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.  ગઈકાલે અલ્પેશ કથીરિયાએ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ Dinesh Patar અને Piyush Radadiya ની ગોંડલ પોલીસ પર આરોપ લગાવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે પોલીસના ટોર્ચરના કારણે બંનેની તબિયત લથડી છે. મોડી રાત્રે પિયુષ રાદડિયા અને દિનેશ પાતર હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ અંગે દિનેશ પાતરનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેના પછી ફરી એકવાર રાજકોટ જિલ્લા પોલીસ શંકાના દાયરામાં છે. આ ઘટના બાદ ન્યૂઝરૂમ સાથે અલ્પેશ કથીરિયાએ વાતચીત કરી હતી.


આ પણ વાંચો – Alpesh Kathiriya: Gondal પોલીસને ધમકી, હર્ષ સંઘવીને આપશે રિપોર્ટ

અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ભાગવતભૂમિ ગોંડલના ટેગ સાથે અલ્પેશ કથીરિયાએ એક પોસ્ટ કર્યો. જેમાં કથીરિયાએ સ્પષ્ટપણે લખ્યું કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને ફસાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોઈનાં ઇશારે આ યુવાનોને ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું ષડયંત્ર છે. અલ્પેશ કથીરિયાએ ગોંડલ પોલીસને ધમકી આપી કે આ પોલીસને સુધરવા માટેની અંતિમ તક છે. અને છેલ્લે લખ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે.

Scroll to Top