Surat : ગઇકાલે મોડી સાંજે સુરતમાં પાટીદારોની એક મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં યુવા આગેવાનો સહિત સમાજના લોકો પણ જોડાયા હતા. જેમાં અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને સુરતના પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગોંડલને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જોકે આગામી સમયમાં ગોંડલ ખાતે એક મોટી બેઠક પણ પાટીદાર સમાજની મળશે તેવું આ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું.
Gondal : પાટીદાર યુવાનોની સુરતમાં મોટી બેઠક મળી જેમાં મેહુલ બોઘરાએ ગોંડલના રાજકારણની ખોલી મોટી પોલ
