Gondal – ગોંડલ (Gondal) રાજકુમાર (Rajkumar Jat) કથિત હત્યા કેસ મામલે રાજસ્થાન (Rajsthan) અને ગુજરાત (Gujarat) બંનેનું રાજકારણ ગરમાયેલું છે. રાજસ્થાનના જયપુરમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. ટૂંક સમયમાં ગુજરાત કૂચની તૈયારી કરવામાં આવી રહી છે. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ આ મામલે સમર્થન આપી ચૂક્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસનું મૌન સુચક છે. ત્યારે મુળ ગોંડલ (Gondal) ના એડવોકેટ રાજુ સખીયાએ કોંગ્રેસના નેતાઓ પર સનસનીખેજ ભર્યા આરોપ કર્યા છે. રાજૂ સખીયાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના કોઈ નેતામાં તાકાત નથી કે, આ મામલે વિરોધ કરી શકે. આ મામલે રાજુ સખીયા (Raju Sakhiya) એ NewzRoomGujarat સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં આ મામલે મોટા ખુલાસા કર્યા છે.
Gondal : ગુજરાત કોંગ્રેસના કોઈ નેતામાં તાકાત નથી કે, જયરાજસિંહ અને ગણેશ ગોંડલનો વિરોધ કરી શકે, રાજૂ સખિયાનો આક્ષેપ
