Gondal: જયરાજસિંહ અને ગણેશ ગોંડલના વિવાદમાં,સાંસદ હનુમામ બેનીવાલાની એન્ટ્રી

Gondal: ગોંડલમાં નવા વિવાદની શરૂઆત થઈ છે. જેમાં ગોંડલમાં ભારે વિવાદ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહ પણ વિવાદમાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો હતો.જેના કારણે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

તરઘડીયા બ્રિજ પર હિટ એન્ડ રનમાં યુવાનનું મોત

ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો છે.આ મૃતદેહ મળતા ખળભળાટ મચીગયો છે. થોડા દિવસ પહેલા પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના બંગલે યુવાનને ઢોર માર મરાયાનો પણ આરોપ લાગી રહ્યા છે. પીડિત પરીવાર દાવો કરી રહ્યો છેકે,જયરાજસિંહના બંગલે ગયા બાદ યુવાન ગુમ થયો છે.જ્યારે સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ ન મૃતકના પિતાએ SP સમક્ષ ફરિયાદ પણ કરી હતી.પિતાની ફરીયાદ બાદ પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, મૃતક ગોંડલનો જ ગુમ થયેલો યુવાન હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ

થોડા દિવસો પહેલા તરઘડીયા બ્રિજ પર હિટ એન્ડ રનમાં યુવાનનું મોત થયું હતું. જ્યારે આ સમગ્ર ઘટનાની નોંધ કુવાડવા પોલીસમાં નોંધાય છે. પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે કૂવાડવા પાસે વાહન અડફેટે મોત થયાના ત્રણ દિવસ બાદ હવે ઓળખ મળતા ઘેરૂં રહસ્ય સર્જાયું છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે થઇ હતી મારકૂટ પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે.

હનુંમાન બેનીવાલાએ x પર શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટેગ કરી x પર પોસ્ટ કરતા લખ્યું, ગુજરાતના રાજકોટના ગોંડલ વિધાનસભા ક્ષેત્રમાં રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી યુવાન રાજકુમાર જાટની હત્યાના કેસ તરફ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું. આ ઘટના પર સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ ઘટના પાછળ ભાજપના બાહુબલી ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમાજના યુવકની હત્યા સહન કરવામાં આવશે નહીં. આ ઘટનાને લોકસભામાં પણ ઉપાડીશ.ગુજરાત પોલીસે આ પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ, આ હત્યા કેસમાં તાત્કાલિક FIR નોંધવામાં આવે અને ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

 

Scroll to Top