Gondal: રીબડામાં ફાયરિંગ કરનારની UP થી ધરપકડ

Gondal

રાજકોટ જિલ્લાના Gondal તાલુકાના રીબડા ગામમાં બનેલી ફાયરિંગની ઘટના સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનું માહોલ ઉભો કરી ગઈ છે. આ ઘટનામાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર થોડા દિવસો પહેલા અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતિ પરંતુ તેનું દૃશ્ય સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

આ ઘટનાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ જાહેર રીતે લીધી હતી. તેના ઇશારે જ બે શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે તેમજ રૂરલ LCB ટીમે ઝડપી કાર્યવાહી કરતાં બંને શખ્સોને ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરી લાવ્યા છે. તપાસ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી કે તેઓએ હાર્દિકસિંહના કહેવા પર આ ગોળીબારની ઘટના અંજામ આપી હતી.

આ પણ વાંચો – Gondal: સબ જેલમાં હવામાંથી એક પડીકું આવ્યું!

પોલીસ હવે હાર્દિકસિંહ જાડેજાની ભૂમિકા અને આશય અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કેસના થ્રેડ એકથી વધુ વ્યક્તિઓ સાથે જોડાયેલી શકયતા પર પણ વિચારણા શરૂ થઈ છે. ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ ઘટના ચિંતાનો વિષય બની છે.

 

Scroll to Top