Gondal: અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ રીબડાના આત્મસમર્પણ બાદ હવે એક વાયરલ ઓડિયો ક્લિપને લઈને નવો વિવાદ ઉભો થયો છે. જીગીષા પટેલ નામની એક મહિલાએ સોશિયલ મીડિયા પર આ ઓડિયો જાહેર કરતાં, કેસમાં નવો વળાંક આવ્યો છે. આ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ નામનો ઉલ્લેખ થતા રાજકીય અને સામાજિક વર્ગોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઓડિયો સાચો છે કે નહીં, તેની કોઈ અધિકૃત પુષ્ટિ મળી નથી.
NEWS ROOM ગુજરાત સ્પષ્ટ કરે છે કે તે આ વાયરલ ઓડિયોની કોઈપણ રીતે પુષ્ટિ કરતું નથી.
ઓડિયો વાયરલ થતા હવે Gondal ની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય જૂથો વચ્ચે આ મુદ્દે તર્ક–વિતર્ક શરૂ થયા છે. જયરાજસિંહના નામનો ઉલ્લેખ થતાં ચર્ચા વધુ ઉગ્ર બની છે, પરંતુ અત્યાર સુધી કોઈ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. આ ઓડિયો ક્લિપમાં વાત કરનાર વ્યક્તિ કોણ છે, તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે પણ આ મુદ્દે હજી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ ચર્ચા મુજબ ઓડિયોનું સાયબર ફોરેન્સિક વિશ્લેષણ થઈ શકે છે.
આ પણ વાંચો – Botad ના લાઠીચાર્જ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ



