Gondal તાલુકાના Ribda ગામમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સર્જાતા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, બુકાનીધારી બે શખ્સોએ Aniruddhsinh ના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવ રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાની જાણ થતાં તરતજ જયદીપસિંહ જાડેજા તથા સત્યજિતસિંહ સહિતના સ્થાનિક લોકોએ સ્થળ પર દોડી જઇ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ હાલ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે તથા ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો – Garjnad: ચૈતર વસાવા મામલે મોટી બબાલ
Gondal તાલુકા પોલીસ મથકે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં વિસ્તારની CCTV ફૂટેજ તથા અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ સુત્રો મુજબ, પ્રાથમિક રીતે કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી, પરંતુ ગુનાખોરીના પ્રયત્નો વધતા ચિંતા વધારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાના પગલે Ribda અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસે વિસ્તૃત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.