ગોંડલના વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવ્યાની પદ્મીનીબા સહિત પાંચ સામે ફરિયાદ
અજાણી યુવતીને મોકલીને પરિચય કેળવ્યા બાદ ધાક-ધમકી
યુવતીએ “મારું દેણું ભરી દયો, નહીંતર ઝેર પીને મરી જઈશ”ની વાતો કર્યા બાદ વૃધ્ધને રાજકોટ આવીને ‘પતાવટ’ કરવા ધમકાવ્યા
Gondal News | ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા વધુ એક વિવાદમાં સપડાયા છે. જેમાં તેમના વિરુદ્ધ ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદમાં પદ્મિનીબા વાળા ઉપરાંત તેમના પુત્ર સહિત 5 વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ક્ષત્રિય આંદોલન સમયે વિવાદમાં સપડાયેલા રાજકોટના એક સયમના સામાજિક મહિલા આગેવાન પદ્મીનીબા વાળા (Padminiba Vala) ફરી વિવાદમાં સંપડાયા છે. પદ્મિનીબા વાળા સહિત પાંચ લોકોએ, ગોંડલ (Gondal)ના વૃધ્ધને હનિટ્રેપ (Honeytrap)માં ફસાવીને રૂા. 7-8 લાખ પડાવવા માટે ધાકધમકી આપ્યાની ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ મથક (Gondal City B division police station) માં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ગોંડલમાં જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય વૃધ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મીનીબા વાળા (Padminiba Vala) અને તેના દીકરા નામના શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી. બીજા દિવસે એ યુવતીએ ફોન કર્યો અને મારો ઘરવાળો મરી ગયો છ, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેણુ ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ જેવી વાતો કરી હતી.
બાદમાં બે-ત્રણ દિવસ બંને વચ્ચે વાતો ચાલી હતી અને વીડિયો કોલમાં અશ્લિલ હરકતો પણ થઈ હતી. આ દરમિયાન બે દિવસ પહેલા તા.16મીએ રાત્રે વૃધ્ધને પદ્મીનીબા વાળાએ ફોન કર્યો અને તેજલબેન વિશે વાતચીત કરવાનું કહીને ધમકી આપી હતી. જેથી પછી તેમનો ફોન ઉપાડવાનું બંધ કરતા યુવતી અને પોતાના પુત્ર તથા અન્ય બે યુવકો સાથે વૃધ્ધના ઘરે ધસી આવીને ત્રણ કલાક માથાકૂટ કરી મવડી ઓફિસે આવી રૂા.7-8 લાખમાં પતાવટ કરી જવા ધમકી આપી જતા રહ્યા હતાં. પરિણામે ગભરાઇ ગયેલાં વૃધ્ધે આજે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
કોની-કોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ?
ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં તેજલ છૈયા (Tejal Chaiya), પદ્મિનીબા વાળા (Padminiba Vala), પદ્મિનીબા વાળાનો પુત્ર શ્યામ અને હિરેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
યુવતીની બિભત્સ પજવણી કર્યાની વળતી ફરિયાદ
ગોંડલમાં 60 વર્ષીય વૃધ્ધે આજે હનિટ્રેપ મામલે ફરિયાદ નોંધાવી હતી, તો સામે તેમની સામે પણ આરોપી યુવતીએ બિભત્સ પજવણી કર્યાની વળતી ફરિયાદ લખાવી હતી. જેથી એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
પદ્મિનીબા વાળા વિરૂદ્ધ અગાઉ પણ હનીટ્રેપની ફરિયાદ થઇ હતી
ઉલ્લેખનીય છે કે, પદ્મિનીબા વાળા અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં પણ તેમના વિરુદ્ધ હની ટ્રેપનો ગુનો નોંધાયેલો છે. એવામાં પદ્મિનીબા વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ થતાં ક્ષત્રિય સમાજ અને રાજકોટ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો પોલીસે દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp