Gondal Controversy: સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજા (Ganesh Jadeja) ના પડકાર બાદ રવિવારે ગણેશ ગોંડલનો પડકાર ઝીલી અલ્પેશ કથિરીયા (Alpesh Kathiriya) અને જિગીષા (Jeegeesha Patel) ગોંડલ પહોંચ્યા હતા ત્યારે ગણેશ ગોંડલના સમર્થકોએ તેમના ઉપર હુમલો કર્યો હતો. ગોંડલના સમર્થકોએ પોલીસના ચાંપા બંદોબસ્ત વચ્ચે પાટીદાર આગેવાનોની કારના કાચ ફોડી નાખ્યા હતા. આ સમયે પોલીસ ફક્ત મુકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહી હતી. બીજી તરફ આજે ગોંડલ પોલીસે સમગ્ર ઘટનાની સ્વંય સજ્ઞાન લઇ ગણેશના સમર્થકો પર ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે
સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ સહિતના લોકો ગોંડલ પહોંચ્યા ત્યારે આર યા પારની સ્થિતિ જોવા મળી હતી. 300 ગાડીઓના કાફલા સાથે પાટીદાર યુવાનો ગોંડલ પહોંચ્યા હતા.
પાટીદાર અગ્રણીઓનો કાફળો ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે ગણેશ ગોંડલના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી પાટીદાર આગેવાનોનો વિરોધ કર્યો હતો. દરમિયાન ગણેશના સમર્થકોએ કથિરીયા સહિતના લોકોની ગાડીમાં તોડફોડ કરી હતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસે સ્વંય સજ્ઞાન લઇ ફરિયાદ નોંધી છે. ગોંડલ B ડિવિઝન પોલીસે (Gondal Police) ઈન્દ્રસિંહ જાડેજા-ભરૂડી, પિન્ટુ સાવલીયા, પુષ્પરાજ વાળા, લક્કીરાજસિંહ, નિલેશ ચાવડા સાથે 10 થી 20 અજાણ્યા ઈસમો સામે ગોંડલ B ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં મોરબીથી મનોજ પનારા અને યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાટીદાર સમાજના આગેવાનો ઉપર ગણેશ ગોંડલના સમર્થકો હુમલો કરી ધમકી આપી રહ્યાં હતા ત્યારે પોલીસ મુકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહી હતી ત્યારે હવે ગોંડલના વિરોધ પ્રદર્શન સમયે ગાડી કારોમાં તોડફોડની ઘટનામાં ખૂદ પોલીસ ફરિયાદી બનતા શહેરીજનોમાં બનાવ ચર્ચાસ્પદ બન્યો છે.