Gondal Controversy: સુરતના અગ્રણીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદાર સમાજ કોઈ ભયમાં છે જ નહીં.
ગોંડલના તમામ પાટીદારો અમારી સાથે છે કોઈ જ ભય નથી. ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે.
ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી. મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે એ મિર્ઝાપુર છે ગોંડલની અંદર ગુંડાગીરી છે ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થવ. વીડિયોમાં જુઓ સંપૂર્ણ સ્પીચ..