Gondal News :- છેલ્લા કેટલાક દિવસથી ચર્ચિત મુદ્દો કે ગોંડલમાં રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું કે હત્યા, આ મામલો હજુ શાંત નથી થયો. ત્યાં ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનની અંદર પાટીદાર સમાજના યુવકને માર મારવાની એક ઘટના સામે આવી, આ ઘટનાના કારણે, પાટીદાર સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી બાજૂ, ક્ષત્રિય સમાજ પણ હવે મેદાને છે. ક્ષત્રિય સમાજ દ્વારા આખી આ ઘટનાને લઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં પાટીદાર સમાજની Gondal ના પાટીદાર ભવન ખાતે બેઠક મળી હતી. એ જ પ્રમાણે ક્ષત્રિય સમાજના એ યુવકને સમર્થન આપવા ગોંડલની અંદર બેનર લગાવવામાં આવ્યા. ગોંડલની અંદર મોટી રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જઈને એક આવેદન પત્ર આપવામાં આવ્યું. આવેદન પત્ર આપ્યા બાદ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આખીય ઘટનામાં હવે ગોંડલની અંદર પાટીદાર સમાજ વર્સીસ ક્ષત્રિય સમાજના લોકો સામસામે આવી ચૂક્યા છે. સામાજીક આગેવાનો અને નેતાઓ જ્ઞાતિ વર્ગ વિગ્રહ ન થાય તે માટે વિનંતી કરી છે. ગોંડલ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. જેમ પાટીદાર સગીર યુવાનના સમર્થનમાં અનેક નેતાઓ આગેવાનો આવ્યા તેવી જ રીતે, ક્ષત્રિય સમાજના યુવકના સમર્થનમાં બહોળી જનમેદની એકઠી થઈ. ત્યારે હવે વર્ગ વિગ્રહ ન થાય તે અત્યંત જરૂરી છે. જ્ઞાતિઓ પછી, પહેલા એ ગુજરાતના દીકરાઓ છે, નિર્દોષને અન્યાય ન થાય અને દોષીતને ન્યાય મળે તે અત્યંત જરૂરી છે.