Gondal : ગોંડલના મહેલો પર ફરશે બુલડોઝર ? ગોંડલના ગુંડારાજ સામે ભાજપ પાટીદાર નેતા વરૂણ પટેલનો ધ્રુજારો

Gondal : ગોંડલમાં ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે. એકબાજુ રાજકુમાર જાટ હત્યા કેસના પડઘા હજુ શાંત પડયા નથી રાજસ્થાનમાં ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યાં ગોંડલમાં વધુ એક ઘટના બનતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. ગોંડલમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન હોય તેમ ખુલ્લેઆમ ગુંડાગર્દી થઇ રહી છે. ગોંડલમાં તરૂણને લુખ્ખા તત્વોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટનાનો મામલો સામે આવતા ચકચાર મચી ગયો છે. તરૂણને સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લુખ્ખા તત્વોએ ઢોર માર મારતા પટેલ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

તરૂણને જાહેરમાં ઢોર માર મારતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પટેલ સમાજના ભાજપના આગેવાનો સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પટેલ વાડી ખાતે મળી મિટિંગ કરી રણનીતિ ઘડી છે. પટેલ સમાજની મિટિંગમાં ભાજપ સહિતના દરેક પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજના લોકોએ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ગોંડલમાં કડક પોલીસ ઓફિસરોની નિમણૂક કરવાની માગ કરી છે.મિટીંગમાં આવારા તત્વોનેને ભોમાં ભંડારવાની માંગ ઉઠવા પાછળ અનેક સવાલો કારણભૂત બન્યા છે. ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી IPS એસપીની નિમણૂક થઈ ન હોવાથી જનતા પણ રામ ભરોસે હોય તેવા આરોપો લાગી રહ્યા છે. ત્યારે આખીય ઘટનામાં ભાજપના પાટીદાર નેતા વરૂણ પટેલે ગુરૂવારે ટ્વીટ કર્યું હતું.

ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી વરૂણ પટેલે આકરા પ્રહારો કર્યા હતા. જો ગુજરાતમાં સન્માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અને અમારા સન્માનનીય ગૃહમંત્રી વસ્ત્રાલમાં જે પ્રમાણે લુખાઓનો આતંક હતો અને એમની જે સરભરા કરી એમના જે વરઘોડા કાઢ્યા તો એ ખરેખર ગૌરવપૂર્ણ બાબત છે અને ગુજરાતમાં એક સાચો મેસેજ પહોંચાડ્યો પણ એવી ને એવી એક ઘટના Gondal માં બની.

Gondal માં એક તરુણ ટીનેજર દીકરાને મારવામાં આવે એને FIR માટે રઝળવું પડે અને તો ગોંડલમાં જે આરોપી છે એમના વરઘોડા નીકળવા જોઈએ અને ગોંડલમાં ક્યાંક તંત્રની ઢીલી નીતિ છે અને તંત્ર ભૂલી ગયું છે કે એમનો પગાર ગુજરાતની સરકાર આપે છે અને ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી આવે છે એ તંત્રને મારા મુખ્યમંત્રી અને મારા ગૃહમંત્રી કાન પકડી અને શીખવાડશે કે આ દાદાની સરકાર છે બુલડોઝર ફરશે વરઘોડા નીકળશે એ તંત્ર દ્વારા થાય એના માટે મેં આ વાત કરી છે.

જો ત્યાં ગુજરાત પોલીસ ક્યાંક ને ક્યાંક તપાસ કરે પોલીસનું કામ કોર્ટમાં રિપોર્ટ કરવાનું છે. પોલીસે પ્રવક્તા બની અને બચાવ ના કરવાનો હોય અને જે રીતે વસ્ત્રાલમાં ઇંચ બાંધકામ બહાર હોય અને આરોપીઓની ગેરકાયદેસર મિલકત તોડી નાખવામાં આવે છે તો ગોંડલમાં એવું મહેલોની માપણી કરાઈ રહ્યો છું જે મહેલોના એક સેન્ટીમીટર પણ માપ બહાર હશે તો મહેલોય પાડવામાં આવશે જ દાદાનું બુલડોઝર ગોંડલમાં ફરશે.

ત્યારબાદ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના નેતા અને પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલે પોતાની વાત મૂકી છે અને તેણે કહ્યું છે કે જે પ્રકારે ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલની સરકારે વસ્ત્રાલની અંદર બનેલી એ ઘટના બાદ દાદાનું એ બુલડોઝર ગુજરાતના અલગ અલગ ખૂણે ફર્યું હતું એ જ પ્રકારે ગોંડલની અંદર પણ ફરવું જોઈએ ગોંડલની અંદર કેટલા એવા રાજમહેલો બની ચૂક્યા છે છે કે જે ન માત્ર એક સેન્ટીમીટર કે એક ઇંચ જે કંઈ પણ બન્યું હશે અને ગેરકાયદે અસર હશે તો તેના ઉપર પણ બુલડોઝર ફરવું જોઈએ

Scroll to Top