Gondal: ગોંડલમાં રાજકુમાર જાટના રહસ્યમય મોતમાં મોટો ખુલાસો

Gondal: ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિહ વધુ એક વિવાદમાં સપડાયા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલ (Gondal) માં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે જે મારકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યું થતા, આ મામલે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકનું નામ રાજકુમાર જાટ હોવાનું સામે આવ્યું છે. હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસના ફોરેન્સિક પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો છે.

મોત એકસીડન્ટના કારણે થયું

રાજકુમાર જાટની શંકાસ્પદ મોતની ઘટના પર મોટા સમાચાસ સામે આવ્યા છે. કુવાડવા રોડ પોલીસને મૃતદેહનો ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો છે. આ પ્રાઇમરી રિપોર્ટમાં મોતનું કારણ એકસીડન્ટના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. રાજકુમાર જાટના શરીર ઉપર એકસીડન્ટ સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસને આપવામાં આવેલી ગુમશુદા ફરિયાદમાં રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પુત્ર રાજકુમારને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનના સાંસદે પણ પોસ્ટ કરી

રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલાએ સોશયલ મીડિયામાં રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરતી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભીલવાડા જિલ્લાની સહદા વિધાનસભાના ઝાબરકિયા ગામનો રહેવાસી યુવાન રાજકુમાર જાટની ગુજરાત રાજ્યની ગોંડલ વિધાનસભામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી.ગુજરાત સરકાર તાત્કાલીક રાજકુમાર જાટ સાથે વાત કરે અને તેની માંગણી પર સકારાત્મક કાર્યવાહી કરે.યુવકના પરિવારજનોએ પ્રતિકાત્મક પ્રદર્શન કરી ન્યાય માંગ કરી રહ્યા છે. ઘટનામાં પીડિતા પરિવારને વહેલી તકે ન્યાય મળવો જોઈએ.રાજ્ય સરકારથી રાજસ્થાન સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરે અને પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ સામે આવ્યું છે.

 

Scroll to Top