GONDAL NEWS : તાજેતરમાં ગોંડલમાં રહેતા અનુ મુળ રાજસ્થાની જાટ પરિવારના યુવક રાજકુમાર જાટનું મૃત્યુ થતા ગોંડલમાં ઉકળતા ચરૂ જેવો માહોલ છે. જયરાજસિંહ અને ગણેશ ગોંડલના બંગલે ગયા બાદ યુવકનું મૃત્યુ થતા પરિવારજનોએ ગંભીર આક્ષેપ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર લગાવ્યા છે. આ સાથે રાજસ્થાનમાં જાટ સમુદાયના નેતાઓ અને આગેવાનો રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં ગણેશ ગોંડલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ શરૂ થયો છે.